થરાદ પંથકમાં સુજલામ સુફલામ નહેરમાં પાણી બંધ કરાતાં પુન: શરૂ કરવા રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:18:25
  • Views : 413
  • Modified Date : 2020-07-04 11:18:25

થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા થરાદ પંથકમાં આવેલી સુજલામ સુફલામ્ કાચી નહેરમાં પાણી બંધ કરવામાં આવતાં શુક્રવારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પુન:પાણી શરૂ કરવા માંગ કરાઈ છે. સૂઝલામ સુફલામ કાચી નહેરમાં થોડા દિવસો માટે પાણી છોડાતાં જેને લઈને ખેડૂતો હરખાયા હતા. પરંતુ 30 જૂને પાણી બંધ કરી દેવામાં આવતાં તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા શુક્રવારે નાયબ કલેક્ટર વી.સી.બોડાણાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુજલામ સુફલામનું પાણી તાલુકાના રાહ ગામ સુધી રેલો પહોંચતાં જ 30 જૂને નર્મદા નહેરમાં લિફ્ટટિંગ કરતી મોટરોને બંધ કરી દેતાં પાણી બંધ થઈ જવા પામતાં વિસ્તારના ખેડૂતોને લાભ મળવો જોઈએ એ લાભ મળી શકતો નથી. સરદાર સરોવર નર્મદા ડેમ પાણીથી છલોછલ ભરેલો છે. મધ્યપ્રદેશમાં પણ પાણીની આવક હોય તે ચોમાસામાં ચાર મહિના ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો અને પશુપાલકોને હિત માટે સરકારે નિર્ણય લેવો જોઈએ એવી કિસાન સંઘર્ષ સમિતિ વતી વધુમાં રજુઆત કરી છે કે જૂની માગણીઓ મુજબ નર્મદા કમાન્ડ એરીયા સિવાયના પૂર્વ પટ્ટાના 97 ગામોના એરિયાને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશ કરો. જેમાં એક છેડો નેનાવા બોર્ડર સુધી આગળ લંબાવવામાં આવે જ્યારે બીજો છેડો વાઘાસણના તળાવ સુધી વધારીને અછતગ્રસ્ત લોકોને પાણી મળી રહે તેવી માંગણી કરાઇ હતી.જોકે વધુમાં જણાવ્યું કે અમારી રજૂઆતને ધ્યાનમાં નહિ લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News