પરિણીતાના આપઘાત મામલે પોલીસે કાર્યવાહી ન કરતાં પ્રાંતને આવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 13:29:47
  • Views : 547
  • Modified Date : 2020-03-19 13:29:47

તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાના આક્ષેપ સાથે પિયર પક્ષે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઇડર લક્ષ્મીનારયાણ સોસાયટીમાં રહેતા પૂનમભાઈ જેઠાભાઇ પરમારની પત્ની ભાવનાબેને તા.15/03/20 નારોજ સાંજે સાડા સાતેક વાગ્યે ગળે ફાસો ખાતા ભાવના બેનના પિયર પક્ષ વાળાઓએ સાસરી પક્ષના 8 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસની આરોપીઓ સાથે મળી ગઈ છે અને ઈરાદાપૂર્વક આરોપીઓની ધરપકડ કરતી ન હોવાના આક્ષેપો સાથે પ્રાંત અધિકારીને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી અને જો પોલીસ કાર્યવાહી નહી કરે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.

Download Our B K News Today App



Related News