સુઇગામના મોતીપુરા ગામે પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 13:11:25
  • Views : 381
  • Modified Date : 2020-07-28 13:11:25

  સુઇગામ તાલુકાના મોતીપુરામાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં પાણી આવતું ન હોવાથી પાણીના ટેન્કરો મંગાવવામાં આવી રહ્યા છે. આમ ગ્રામજનો દ્વારા આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે. સુઇગામના મોતીપુરામાં વર્ષોથી ચાલી આવતી પાણીની સમસ્યાને લઇ ગામના 150 થી વધુ પરિવારને પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. અત્યારે ખાનગી ટેન્કરના સહારે ગામ લોકો વેચાતું પાણી ખરીદી રહ્યા છે. એક ટેન્કરના 600 થી 800 રૂપિયા ખર્ચ કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News