રાષ્ટ્રપતિના હસ્તે સુધાબહેનને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ અપાશે, રાજ્યના 3 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-23 14:28:07
  • Views : 1283
  • Modified Date : 2020-08-23 14:28:07

     સુધા બહેને 32 વર્ષમાં કોઇ દિવસ સ્કૂલનો સમય કે રજાના દિવસો જોયા વગર વિદ્યાર્થી માટે મહેનત કરી છે. સામાન્ય બાળકોની સરખામણીએ દિવ્યાંગ બાળકોને ગણિત-વિજ્ઞાન વિષયો શીખવવા અઘરા છે. ત્યારે તેઓ આ વિષયોની સાથે આવા બાળકોને ડાન્સની તાલીમ આપે છે. સુધાબહેન જોષીએ જણાવ્યું હતું કે, બાળકોને ગણિત- વિજ્ઞાન શીખવવા માટે મેં પોતે જ ચાર્ટ તૈયાર કર્યા છે, જેથી બાળકોને સરળતાથી શીખવી શકાય. જે બાળકોને ડાન્સમાં રસ હોય તેઓને હું ટ્રેનિંગ આપું છું. અમારા બાળકો બે વાર અમેરિકા અને ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં પર્ફોમન્સ આપી ચુક્યાં છે.

Download Our B K News Today App



Related News