મુકેશ અંબાણીના દિકરાના લગ્નમાં મૌની રોયે કર્યુ હતુ એવુ કામ, જેના કારણે સિક્યોરિટીએ લગાવી હતી ફટકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 13:10:57
  • Views : 553
  • Modified Date : 2019-09-28 13:10:57

ટેલિવિઝનમાં ફેમસ થઇને બોલિવુડમાં એન્ટ્રી કરનાર મૌની રોય હાલમાં મોટા સ્ટાર્સની સાથે કામ કરી રહી છે. મૌની રોય ટેલિવિઝનની દુનિયામાં 'નાગિન' નો રોલ પ્લે કર્યો હતો.આજે આ એક્ટ્રેસ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. જોકે મૌની રોયે મુકેશ અંબાણીના દિકરા આકાશ આંબાણીના લગ્નમાં એવી હરકત કરી હતી જેના લીધે ચર્ચામાં હતી.


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા આકાશ અંબાણીની લગ્ન  9 માર્ચના હતા. આકાશ અંબાણીના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતની દિકરી શ્લોકા મહેતાની સાથે થયા. આકાશ અંબાણીના લગ્નનું ફંક્શન 4 દિવસ સુધી ચાલ્યુ હતુ, આ ફંક્શનમાં દેશ-વિદેશની મોટી મોટી હસ્તીઓ આવી હતીવિદેશથી આવેલી મોટી હસ્તીઓ માટે Z+  સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લગ્નમાં બોલિવુડ પણ શામેલ થયુ હતુ. અંબાણીની પાર્ટીમાં ટીવીથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર મૌની રોય પણ હતી. પાર્ટીમાં મૌની રોયે પરફૉર્મ કરવાનું હતુ પરંતુ છેલ્લા સમયે પોતાની પરફૉર્મન્સ કેન્સલ કરી દેવાની ધમકી આપી. મૌનીના આ હરકત પછી પાર્ટીમાં તેની જ ચર્ચા થઇ હતી. વાસ્તવનાં પાર્ટીમાં ટાઇટ સિક્યોરિટી હતી, અંબાણી પરિવાર બિલ્કુલ નહતો ઇચ્છતો કે પાર્ટીનો કોઇ અઘિટત ઘટના બને.આજ કારણે વેન્યૂમાં એન્ટ્રી કરતા પહેલા તમામ ગેસ્ટ્સના ફોન સીલ કરી દેવામાં આવ્યા હતા. તમામ હસ્તીઓ સિક્યોરિટીને સપોર્ટ કરી રહ્યા હતા, પરંતુ મૌનીએ પોતાની ફોન સીલ કરાવવા માટે ઇન્કાર કરી દીધો. ઘણુ સમજાવ્યા પછી મૌનીએ ફોન સીલ તો કરાવી દીધી, પરંતુ જ્યારે તે ગ્રીન રૂમમાં ગઇ ત્યારે તેણે ફોનનુ સીલ તોડવાનો પ્રયત્ન કર્યો. સીલમાં સેન્સર હોવાને કારણે સિક્યોરિટીને ખબર પડી ગઇ, તેઓ મૌની પાસે પહોંચ્યા અને ફોનને ફરી સીલ કરી દીધો. આ દરમિયાન મૌની અને સિક્યોરિટીની વચ્ચે ઘણો વિવાદ થયો. મૌનીએ ફરી એક વખત પોતાના ફોનનું સ્ટિકર હટાવી દીધું. સિક્યોરિટી ઑફિસરને મૌનીને કહ્યુ કે, તેઓ ફરી આવું ના કરે. જે પછી મૌનીએ ધમકી આપી કે તે પોતાનુ પરફૉર્મન્સ કેન્સલ કરી દેશે. જોકે વિવાદ પછી મૌની પરફૉર્મન્સ માટે તૈયાર થઇ ગઇ. મૌનીએ આ પરફૉર્મન્સ માટે એડવાન્સ પેમેન્ટ લીધું હતુ, આ કારણે તેણે પરફૉમ કરવુ પડ્યુ હતુ. નોંધનીય છે કે, મૌનીને બ્રેક એકતા કપૂરની સીરિયલ સાસ ભી કભી બહૂ થી મળ્યો. જેમાં તેણે એક્ટર પુલકિત સમ્રાટ સાથે કામ કર્યુ હતુ. સીરિયલમાં મૌનીએ કૃષ્ણા તુલસીનો રોલ પ્લે કર્યો હતો જે ઘણો ચર્ચામાં રહ્યો. મૌની રૌયે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ. જે પછી તેણે રોમિયા અકબર વૉલ્ટરમાં કામ કર્યુ, હવે મૌની રાજકુમારની ઑપોઝિટ ફિલ્મ મેડ ઇન ચાઇનામાં જોવા મળશે. 



Download Our B K News Today App



Related News