ખાનગી શાળાઓ 50 ટકા ફી માફી જાહેર કરે તેવી વાલીમંડળની માંગ સાથે સુરત DEOને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 14:42:27
  • Views : 362
  • Modified Date : 2020-09-19 14:42:27

       ખાનગી શાળાઓની ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ વાલીમંડળ દ્વારા 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. ફી નક્કી કરવા અંગેનો નિર્ણય હાઇકોર્ટે રાજ્ય સરકાર પર છોડ્યો છે. જેને લઈ આજ રોજ સુરતનું વાલીમંડળ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યા હતા. સુરત વાલી મંડળ દ્વારા આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર પાઠવી શહેરની ખાનગી શાળાઓ 50 ટકા ફી માફી જાહેર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.કોરોનાની મહામારીમાં ટ્રસ્ટ સંચાલિત સ્કૂલો 50 ટકા ફી માફીની જાહેરાત કરે તેવી માંગણી વાલીમંડળે કરી છે. વર્ષ 2020-21 માટે તેમજ બંધ શાળા દરમિયાન 50 ટકા ફી માફીની માંગ કરવામાં આવી છે. અનેક શાળાઓએ શિક્ષકોના પગારમાં 50 ટકા કાપ મૂક્યો છે જે પૈકીના 80 ટકા મુજબ થાય છે.વાલીઓને ફી ભરવાની છૂટ 2021 માર્ચ સુધી આપવામાં આવે.ફી નહીં ભરાય તો કોઇ બાળકના પ્રવેશ, પરિણામ કે શૈક્ષણિક કાર્ય અટકાવવામાં નહીં આવે તેવી માંગ કરી છે.શીતલબેન(વાલી)એ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ સંચાલિત શાળાઓ નફાખોરી ન કરી શકે તે માટે પોતાના ઓડિટ રિપોર્ટ શાળાની વેબસાઈટ, નોટિસબોર્ડ તેમજ વાલીઓ માંગે તે જાહેર કરવામાં આવે. શાળાઓ દ્વારા એફઆરસીમાં જમા કરેલા દસ્તાવેજો વાલીઓ સમક્ષ જાહેર કરવામાં તે પ્રમાણેની રજૂઆત સુરત વાલીમંડળે કરી છે. હાઇકોર્ટના હુકમ બાદ હવે સરકારે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ તેવી માંગ પણ વાલીઓએ કરી છે

Download Our B K News Today App



Related News