નેટવર્ક માટે મોતને મુઠ્ઠીમાં લઇ 50 ફૂટ ઉંચી ટાંકી પર ચઢી શિક્ષણ ભુખ સંતોષતા છાત્રો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 14:01:15
  • Views : 355
  • Modified Date : 2020-09-09 14:01:15

       રાજ્ય સરકાર દ્વારા ડિઝીટલ ગુજરાતની વાતો કરવામાં આવે છે, સરકારી કામોથી લઇ હવે કોરોના સંક્રમણ વચ્ચે શિક્ષણ પણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. પરંતુ માતર તાલુકાના ત્રાણજા સહિત આસપાસના માછીયેલ, કઠોડા, નગરામા, મરાલા, રણાસર, અસલાલી ગામોમાં મોબાઇલ ટાવર ન હોવાના કારણે ઇન્ટરનેટની સુવિધાથી વંચીત છે. જેને કારણે બાળકોને જીવના જોખમે પણ પાણીની ટાંકી પર ચડીને મોબાઇલમાં કવરેજ મેળવીને ભણતર પુરૂ કરી રહ્યા છે. જોકે, કેટલાક વાલીઓ પોતાના બાળકોને આ જોખમી ભણતર અપાવવાના બદલે ભણાવવાનું જ માંડી વાળ્યું છે. ત્રાણજા ગામે ટાંકી ઉપર થોડું ઘણું કવરેજ મળતાં વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી અભ્યાસ મેળવવા કોશીષ કરે છે. જોકે, આ ટાંકી ઘણા વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે. જેને કારણે ઈન્ટરનેટ સુવિધા અને મોબાઇલ કોલને લઈને ગામ લોકો અને વિધાર્થીઓનું ભાવિ જીવન જોખમમાં મુકાયું છે. હાલ ગામમાં 300થી વધુ વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ સુવિધા ન મળતી હાલાકી ભોગવી રહ્યાં છે.ત્રાણજાના સરપંચ ચંદ્રિકાબહેન સોલંકીએ જણાવ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા 27મી જાન્યુઆરી,20ના રોજ મુખ્યમંત્રીને લેખિત માં અરજી કરવામાં આવી હતી અને સ્થાનિક ધારાસભ્ય સાસંદ અને ડીડીઓને જાણ કરી છે. પરંતુ કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી.માછીયેલના સરપંચ લાલજીભાઈના જણાવ્યા અનુસાર માછીએલની વસતી સાડા ત્રણ હજારની છે. મોબાઇલ ટાવર ન હોવાથી 80 ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન અભ્યાસ છોડી દીધો છેત્રાણજાના હસમુખભાઈ ખ્રિસ્તીએ કહ્યું કે, અમારા ગામના એક ભાઈએ અમારા ફળીયામાં સપ્તાહ પહેલા જ વાઇફાઇ નાંખી આપ્યું છે. જેનો ઉપયોગ ફળીયાના 10 જેટલા બાળકો સમૂહમાં કરે છે. દર મહિને એક બાળક 100 રૂપિયા જેટલું ભાડું ચુકવવું પડે છે. જેમાં 10 જેટલા બાળકો હવે આ વાઇફાઇના માધ્યમથી ધોરણ 4થી 12 સુધી ના બાળકો અભ્યાસ કરે છે..

Download Our B K News Today App



Related News