ITIમાં વિદ્યાર્થી ઓનલાઇન પ્રવેશ મેળવી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 12:57:24
  • Views : 456
  • Modified Date : 2020-08-07 12:57:24

  બનાસકાંઠા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ તથા સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે પ્રવેશસત્ર ઓગસ્ટ-2020માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ http://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર 20 ઓગષ્ટ-2020ના રોજ સાંજે 5-00 કલાક સુધીમાં ભરી શકાશે અને નજીકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સંસ્થા દીઠ રૂ.50 ફી અને પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.ની મુલાકાત લેવા આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા પાલનપુર દ્વારા જણાવાયું છે.

Download Our B K News Today App



Related News