દાંતીવાડાની રામનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ઓટોમેટિક ઇલેક્ટ્રિક બસ બનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:14:19
  • Views : 500
  • Modified Date : 2020-03-01 16:14:19

દાંતીવાડાની રામનગર પ્રાથમિક શાળાના ધોરણ-8ની વિદ્યાર્થિનીઓએ પ્રદૂષણ મુક્ત બસ બનાવવાનો વિચાર કર્યો હતો. જેથી તેમને એક સપ્તાહમાં 3 હજાર ખર્ચમાં ન્યૂઝ પેપર આર્ટિકલ, કેટલાક વીડિયોમાં દર્શાવેલી ટેકનિકની મદદથી ઓટોમેટિક ઇલેકટ્રિક બસ બનાવી હતી. જેને વિજ્ઞાનમેળામાં પ્રદર્શનમાં મુકી હતી. આ કૃતિની જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પસંદગી થઇ હતી. રામનગર પ્રાથમિક શાળાના અમિતકુમાર મોદી તથા દિલીપકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ધોરણ-8 ની વિદ્યાર્થિનીઓ સંતોષબા પુંજસિંહ વાઘેલા અને કિનેશબા મદારસિંહ વાઘેલાએ યુ-ટ્યુબની મદદથી પ્રદૂષણ રહિત તથા સોલાર અને વીજળીથી ચાલતી ઓટોમેટિક ઇલેક્ટ્રિક બસ એક સપ્તાહમાં 3 હજારના ખર્ચમાં બનાવી હતી. આ અંગે શિક્ષક દિલીપભાઇ પટેલે જણાવ્યું કે રાતમાં પણ પ્રદૂષણમુક્ત બસ ફરે તે બાબતે એડવાન્સ મોડેલ મુકવામાં આવે તેવો વિચાર કર્યો અને જૂના ન્યૂઝ પેપર આર્ટિકલ, કેટલીક વીડિયો પોસ્ટ અને ટેક્નિકલ જ્ઞાનથી બસ બનાવવાનું નક્કી કર્યું હતું. અને 3 હજારના ખર્ચમાં એક સપ્તાહમાં રિમોટથી ડ્રાઇવર વગર ચાલતી બસ બનાવી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર અને દાંતીવાડા તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન સાંતરવા પ્રાથમિક શાળા ખાતે 11-12 સપ્ટેમ્બર-2019 ના રોજ યોજાયું હતું. જેમાં આ કૃતિ મૂકી હતી. આમ આ કૃતિને જોઇ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ કૃતિ જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળા માટે પસંદગી પામી હતી. શાળાના આચાર્ય વિજયકુમાર એમ. પ્રજાપતિએ માર્ગદર્શક શિક્ષકો તથા બાળવૈજ્ઞાનિકોને શાળા પરિવારવતી અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News