ડીસા મોડેલ સ્કૂલમાં ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 14:20:59
  • Views : 408
  • Modified Date : 2020-03-02 14:20:59

  

ડીસાની જાણીતી મોડલ સ્કૂલ ખાતે  શનિવારે  ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દિક્ષાંત સમારોહ ભૂરાભાઈ  પક્વાનવાળાના અધ્યક્ષ પદે યોજાયો હતો. પ્રારંભે મહેમાનોએ દીપ પ્રાગટય કરી સમારોહને ખુલ્લો મુક્યો હતો  જેમાં આચાર્ય પી.આર. પ્રજાપતિ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદાય લેનાર  વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક અને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.  વિદ્યાર્થીઓને બોર્ડની  પરીક્ષામાં સફળતા મળે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


 

Download Our B K News Today App



Related News