અંબાજી માતાજીના સ્ટેચ્યુને લઇ લોકો માં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:09:41
  • Views : 497
  • Modified Date : 2019-07-03 11:09:41

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગતજનની માં અંબાનું પ્રાચીન અને પવિત્ર તીર્થ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે. આ ધામમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના લીધે અંબાજીની જનતા ભારે હેરાન થઇ રહી છે. ત્યારે ૨૮ જૂનના રોજ અંબાજી મંદિર ખાતે આવેલા યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને મીટિંગમાં જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજીમા સરદાર પટેલના
સ્ટેચ્યુના જેવાજ બીજું માતાજીનું સ્ટેચ્યુ બનાવવામાં આવશે. આ જાહેરાત બાદ અંબાજીના લોકોમા રોષ જોવા મળી રહ્યો છે. સાથે માઈ ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય બાદ અંબાજી એનએસયુઆઇના કાર્યકરો દ્વારા અંબાજી મંદિરના નાયબ વહીવટદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગતરોજ અંબાજી મુકામે નેશનલ સ્ટુડન્ટ્‌સ યુનિયન ઓફ ઇન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા  આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના  નાયબ મામલતદાર દેવ શંકર દવેને અંબાજીના હીત  માટે. તેમજ સરકાર  દ્વારા અંબાજી ધામમા  માં અંબા" નું સ્ટેચ્યુ બનાવી સરકારના ભંડોળનો દુરુપયોગ થઈ રહ્યો છે. એ બાબતને લઇ  આવેદનપત્ર આપવામા આવ્યું હતું. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સ્ટેચ્યુની જગ્યા એ સારી જગ્યાએ તેમજ અંબાજીની પ્રાથમિક જરૂરીયાતો પૂરી પાડીને  અંબાજીને વિકાસશીલ કરે અને અંબાજી મંદિરમાં આવતા નાણાનો દુરુપયોગના કરે તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં દાંતા તાલુકા પ્રમુખ ભવાનીસિંહ રાઠોડ, બ.કાં.જિલ્લા મહામંત્રી સંજય યાદવ સહિતના એનએસયુઆઈના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News