વેજલપુર જુગાર કેસના મુખ્ય સૂત્રધાર આરોપીનું આજે પોલીસ લોકઅપમાં બીમારીથી મોત, પોલીસે 8ની ધરપકડ કરી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-27 14:19:36
  • Views : 316
  • Modified Date : 2020-09-27 14:19:36

        વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા જુગાર કેસમાં ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર અબ્દુલકાદરનું આજે સવારે પોલીસ લોકઅપમાં મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીનું બીમારીના કારણે મોત થયું છે. ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુંએ Divyabhaksar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપી અબ્દુલકાદરને વેજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. અબ્દુલકાદર કેન્સરની બીમારીથી પીડિત હતો. આજે સવારે તેનું મોત થયું છે. આરોપીઓનો કોરોના ટેસ્ટ હજી બાકી હતી. આરોપીના મોત બાદ પીએમની કાર્યવાહી કરવામાં આવશે.શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનલ સિનેમા પાસેની સોસાયટીના મકાનમાં છેલ્લા ચાર મહિનાથી ચાલતા જુગારધામ પર આખરે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સ સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કમિેશ્નર સંજય શ્રીવાસ્તવના શહેરમાં દારૂ અને જુગાર સદંતર બંધ કરવાના આદેશ છતાં છેલ્લા ચાર મહિનાથી વેજલપુર પોલીસના પીઆઇ એલ.ડી ઓડેદરા અને વહિવટદારની રહેમનજર હેઠળ આ જુગારધામ ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. જુગાર રમવા માટે ખેલીઓને ગીતામંદિર પાસે આસ્ટોડીયા ખાતે બોલાવવામાં આવતા હતા અને ત્યારથી રાજેશ ઉર્ફે વાણિયો શાહ નામનો વ્યક્તિ રિક્ષામાં ખેલીઓને જુગાર રમવા વેજલપુર મોકલતો હતો. પોલીસે 44 હજારની કિંમતના ગણાતા કોઈન, 7 મોબાઇલ અને 2 વાહન મળી 1.94 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના PSI આઈ.ડી વાઘેલા અને ASI જ્યેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર મહંમદ શોએબ સોસાયટીમાં અબ્દુલકાદર અબ્દુલસત્તાર શેખ નામનો વ્યક્તિ બહારથી કેટલાક શખ્સને લાવી જુગાર રમવાની પ્રવૃત્તિ ચલાવે છે. જેથી પોલીસની ટીમે SRP બંદોબસ્ત સાથે મકાન નંબર 18માં દરોડો પાડ્યો હતો. ઘરમાં અબ્દુલકાદર સહિત કુલ 8 લોકો મળી આવ્યા હતા. એક રૂમ 7 લોકો બેસી જુગાર રમતા હતા. તેઓ પાસેથી અલગ અલગ દરના અને કલરના કોઈન મળી આવ્યા હતા. જેના પર તેઓ જુગાર રમતા હતા. પોલીસે અબ્દુલકાદર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. જેમાં જુગારધામ ચલાવનાર મુખ્ય સૂત્રધાર અબ્દુલકાદરની પૂછપરછ કરતા આ મકાન જુગાર રમાડવા માટે છેલ્લા ચાર મહિનાથી મહિને રૂ. 5000થી ભાડે રાખ્યું છે. જેનો અકબરમિયાં શેખ સાથે કોઈ ભાડા કરાર કર્યો ન હતો. જુગાર રમવા માટે ખેલીઓ તેનો મિત્ર રાજેશ ઉર્ફે વાણિયો શાહ (રહે. રાયપુર) બહારથી જુગારીઓને મોકલતો હતો.પોલીસે અન્ય જુગારીઓ પૂછપરછ કરતા તેઓને રાજેશ ગીતામંદિર પાસે આસ્ટોડિયા ચકલાં ખાતે બોલાવતો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસાડી અને વેજલપુર અહીંયા જુગાર રમવા માટે મોકલતો હતો. આરીપો અબ્દુલકાદર એક દાવના નાળ પેટે 100 રૂપિયા લે છે. રાજેશને ખેલીઓને લાવવાના એક ફેરાના 700 રૂપિયા આપતો હતો. દરરોજ જુગારીઓ આ સોસાયટીમાં જુગાર રમવા આવતા હતા. પોલીસે અબ્દુલકાદર, તરુણ પરીખ (રહે. મેમનગર), અશોક સોની (રહે. સારંગપુર), કમલેશ સોની (રહે. ઘાટલોડિયા), મયુર સોની (રહે. આસ્ટોડીયા), મુર્તુજા કુરેશી (રહે મીરજાપુર) અને ચંદ્રકાત મિસ્ત્રી (રહે. કાલુપુર)ની ધરપકડ કરી હતી. મહંમદ હુસેન પઠાણ નામના વ્યક્તિને રોજના 400 રૂપિયા લેખે જુગારીઓની સેવા ચાકરી માટે અબ્દુલકાદરે રાખ્યો હતો.વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા અનેક સમયથી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળે છે જેના આધારે તેઓ દરોડો પાડી રહ્યા છે. થોડા સમય પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલે મોટો દારૂ અને બિયરનો જથ્થો પકડ્યો હતો અને તેના થોડા દિવસ બાદ ફરી પોલીસ કમિશનરની PCBએ દરોડો પાડવો પડ્યો હતો અને દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપાયો હતો. વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.ડી.ઓડેદરા અને વહિવટદારની રહેમનજર હેઠળ વિસ્તારમાં દારૂ જુગાર ચાલે કે પછી તેઓ PCB અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને કાર્યવાહી કરવી પડે છે અને તેમને ઊંઘતા ઝડપે છે તેના પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. ચાર મહિનાથી જુગાર રમાય છે અને વેજલપુર પોલીસને માહિતી ન હોય તેવી શકયતા ઓછી છે ત્યારે આવા જુગાર ઝડપાયા બાદ પીઆઇ સામે DGP કડક કાર્યવાહી કરી શકે છે.

Download Our B K News Today App



Related News