રાજ્યના જિલ્લાઓમાંથી આવનારા લોકોના પાસ કોડ નક્કી કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 16:04:07
  • Views : 408
  • Modified Date : 2020-02-20 16:04:07

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં 1 લાખ લોકો હાજર રહેવાના છે. જે કાર્યક્રમમાં આવનાર લોકોને સરકાર તરફથી ખાસ પાસ આપવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 9 જિલ્લામાંથી આવનારા એક લાખ લોકોના પાસના કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેર-જિલ્લાને ગુલાબી રંગના, ગાંધીનગર જિલ્લાને લાલ, ખેડા-આણંદને આછો જાંબલી, સાબરકાંઠા અને મહેસાણાને વાદળી, વડોદરાને આછો લીલો, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલને ઘેરો વાદળી કલરનો કોડ આપવામાં આવ્યો છે.આમ નવ જિલ્લામાંથી આવનાર એક લાખ લોકોની બેસવાની વ્યવસ્થા માટે પણ સ્ટેડિયમમાં માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં પ્રવેશ આપ્યા બાદ જિલ્લાઓ મુજબ લોકોને અપર અને લોઅર ગેલેરીમાં બેસાડવામાં આવશે. દરેક જિલ્લાના લોકોને બેસાડવા માટે બિમ નંબરથી જગ્યા ફાળવી છે. જેમાં લોઅર ગેલેરીમાં 101 થી 144 નંબરના બિમ. જ્યારે અપર ગેલેરીમાં 201થી 285 નંબર બિમ પાસેની જગ્યામાં બેસાડવામાં આવશે.આમ અમદાવાદ જિલ્લા-શહેરને અપર ગેલેરીમાં 243થી 267 જ્યારે લોઅર ગેલેરીમાં 123થી 134, ગાંધીનગરને અપર ગેલેરીમાં 267થી 277 જ્યારે લોઅર ગેલેરીમાં 134થી 139, ખેડાને અપર ગેલેરીમાં 277થી 281 જ્યારે લોઅર ગેલેરીમાં 139થી 141, આણંદને અપર ગેલેરીમાં 281થી 285 જ્યારે લોઅર ગેલેરીમાં 141થી 144, સાબરકાંઠાને અપર ગેલેરીમાં 239થી 231 જ્યારે લોઅર ગેલેરીમાં 120-121થી 117, મહેસાણાને અપર ગેલેરીમાં 231થી 223 જ્યારે લોઅર ગેલેરીમાં 116-117થી 112, વડોદરાને અપર ગેલેરીમાં 223થી 215 જ્યારે લોઅર ગેલેરીમાં 112થી 108, સુરેન્દ્રનગર-પાટણ- બનાસકાંઠાને અપર ગેલેરીમાં 215થી 201 જ્યારે લોઅર ગેલેરીમાં 108થી 101 બિમ પાસેની જગ્યામાં ફાળવવામાં આવતા તે જિલ્લામાં આવનાર લોકોએ તે મુજબ બેસવાનું રહેશે.

Download Our B K News Today App



Related News