અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનો પ્રારંભ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:43:31
  • Views : 108
  • Modified Date : 2023-11-23 15:43:31

અયોધ્યામાં દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસર પર પંચ કોસી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. લાખો ભક્તો રામનામનો જાપ કરીને આસ્થાના માર્ગે ચાલવા લાગ્યા હતા. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તો ખુલ્લા પગે કીર્તન કરતા આ 15 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે. શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ધાર્મિક માન્યતા અનુસાર, પરિક્રમા કરવાથી પૂર્વ જન્મના બધા જ પાપ ધોવાઈ જાય છે. આ ઉપરાંત ભક્તો જો પરિક્રમા પૂર્ણ કરે છે તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધર્મના જાણકારોના મત મૂજબ અયોધ્યાની પરિક્રમાનું મહત્વ ઘણું વધારે છે. અહીંની પરિક્રમા એટલે અયોધ્યાના 5 હજારથી વધારે મંદિરોમાં બિરાજમાન ઠાકોરજીની અને ઋષિ-મુનિઓના સ્થાનોની પરિક્રમા એક જ વારમાં પૂર્ણ કરવાનું છે.

Download Our B K News Today App



Related News