ઘરેણા બનાવવાનું માંડી વાળજો ! સોમવારે સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 12:33:55
  • Views : 388
  • Modified Date : 2022-05-24 12:33:55

 

સોનું અને ચાંદી એવી ધાતુ છે જેની કિંમતમાં દૈનિક વધારો કે ઘટાડો થતો રહે છે તેથી જ્યારે પણ ભાવમાં ઘટાડો આવે ત્યારે તેની ખરીદી લેવું કે દાગીના બનાવા લેવા વધારે હિતાવહ છે પછી ગમે ત્યારે તેની કિંમત આસમાન પહોંચતી હોય છે. સોમવારનો દિવસ પણ સોના અને ચાંદીની કિંમતને મામલે નિરાશાજનક રહ્યો છે કારણ કે આ દિવસે સોના અને ચાંદી બન્નેમાં ઉછાળો આવ્યો હતો. સોમવારે દેશવ્યાપી જોવા જઈએ તો સોનાની કિંમતમાં 170 રુપિયાનો અને ચાંદીની કિંમતમાં 458 રુપિયાનો વધારો થયો હતો. આજે 24 કેરેટ શુદ્ધ સોનું 221 રુપિયા મોંઘુ થઈને 51248 રુપિયાના ભાવે ખુલ્યું હતું. 

સોનામાંથી બનેલા ઘરેણામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાનાર 18 કેરેટ ગોલ્ડની કિંમત હવે 38436 રુપિયા થઈ છે. આ 3 ટકા જીએસટીની સાથે 39589 રુપિયામાં પડશે. તો 14 કેરેટ સોનાનો ભાવ 29980 રુપિયા થયો છે. જીએસટી સાથે આ 30879 રુપિયામાં પડશે. 

 ભારતીય બુલિયન માર્કેટમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોમવારે સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનાના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં આજે 458 રૂપિયાનો વધારો થયો હતો. એચડીએફસી સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.

શું તમે જાણો છો કે આજે સોનાનો ભાવ શું છે?
સોમવારે દિલ્હીમાં સોનાના ભાવ 170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 50,926 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા છે. પાછલા કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 50,756 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે ચાંદી કેટલાએ પહોંચી?
દિલ્હીમાં ચાંદીના ભાવ 458 રૂપિયા વધીને 61,792 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયા છે. ગત કારોબારી સત્ર દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદી 61,334 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

જાણો 23 કેરેટ સોનાનો ભાવ

જો આપણે 23 કેરેટ સોનાની વાત કરીએ તો આજે તે 51043 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ખુલ્યું છે. તેના પર પણ 3 ટકા જીએસટી અલગથી લેવામાં આવશે, એટલે કે તમને 52574 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે મળશે, જ્યારે તેના પર જ્વેલરી મેકિંગ ચાર્જ અને જ્વેલરનો નફો અલગ છે. જો તેમાં ઉમેરો કરવામાં આવે તો તેની કિંમત 58,000 રૂપિયાની આસપાસ પહોંચી જશે. તો 22 કેરેટ સોનોાના ભાવ 46943 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા હતા. 3 ટકા જીએસટી સાથે આ 48351 રુપિયામાં પડશે. તેની પર બનેલા ઘરેણા પર પણ મેકિંગ ચાર્જ અને સોનીનો નફો અલગ જોડવાથી 53800 રુપિયા આવશે. 

સોનાના નવા ભાવ કેવી રીતે જાણવા 
જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સરળતાથી આ રેટ જાણી શકો છો. આ માટે તમારે આ નંબર પર માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે 8955664433 અને તમારા ફોનમાં એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

 

 

Download Our B K News Today App



Related News