રેલ્વે ઓવરબ્રિજનું કામ શરૂ કરાતા ST બસોને ડાયવર્ઝન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 12:39:33
  • Views : 1478
  • Modified Date : 2020-08-14 12:39:33

   પાલનપુર શહેરની અંદર આવતા અને પાલનપુર મુખ્ય બસ સ્ટેન્ડ તરફ જતાં રેલ્વે ઓવરબ્રિજની કામગીરી ચાલુ કરવામાં આવનાર હોઈ જિલ્લા પંચાયત પીકઅપ સ્ટેન્ડથી પાલનપુર સી.બી.એસ. વચ્ચેનો માર્ગ બંધ રહેશે. આ બાબતે મુસાફર જનતાને જણાવવામાં આવ્યું છે કે 16 ઓગષ્ટથી અમદાવાદ, ડીસા, અંબાજી અને આબુરોડ તરફ જવા-આવવા માટેની બસો જિલ્લા પંચાયત પાલનપુર પીક અપ સ્ટેન્ડથી મળશે. અને વડગામ, ખેરાલુ, સતલાસણા અને ઈડર તરફ જવા-આવવા માટેની બસો મુખ્ય બસ સ્ટેશન પાલનપુર ખાતેથી મળશે તેમ પાલનપુર એસ.ટી. વિભાગીય નિયામકએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News