શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગૌતબાયા ભારતના પ્રવાસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 12:33:09
  • Views : 460
  • Modified Date : 2019-11-29 12:33:09

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગૌતબાયા રાજપક્ષે ત્રણ દિવસીય ભારતના પ્રવાસે છે. ત્યારે તેઓ શુક્રવારે હૈદરાબાદના હાઉસમાં વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ દરમિયાન બન્ને નેતા એકબીજાના સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે જોર આપશે. જેમાં તમિલ સમુદાય, હિન્દ મહાસાગરની સ્થિતી સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ પહેલા ગૌતબાયાએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે મુલાકાત કરી છે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ગૌતબાયાની આ પહેલી વિદેશ યાત્રા છે.આમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિની મુલાકાત, બંન્ને દેશોના સંબંધોને વેગ આપશે. આમ ગૌતબાયાના કાર્યભાર સંભાળ્યા બાદ ગત સપ્તાહે વિદેશ મંત્રી એસ જયશંકર તેમને મળનારા પહેલા વિદેશી નેતા હતા. આ મહિનામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગૌતબાયાએ જીત હાંસિલ કરી હતી. તેમણે 18 સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી અને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.આમ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગૌતબાયાની યાત્રાના વિરોધમાં મરુમલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમના નેતા વાઈકોએ ગુરુવારે દિલ્હીમાં સમર્થકો સાથે પ્રદર્શન કર્યું. ત્યારબાદ પોલીસે પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લઈને પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.


Download Our B K News Today App



Related News