રીક્ષા ન આપનારા 1500 વિદ્યાર્થીઓ માટે 26મીએ ગુજરાત યુનિવર્સિટીની ખાસ પરીક્ષા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 15:59:50
  • Views : 366
  • Modified Date : 2020-10-12 15:59:50

         પરીક્ષા વિભાગે સપ્ટેમ્બરમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાની યુજી અને પીજી લેવલની ઓફલાઈન પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા અંદાજે 70 હજાર વિદ્યાર્થીઓએ આપી હતી. 1500થી વધુ વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ કોવિડ-19ની સ્થિતિના કારણે પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. આ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષાની તક આપવા, ખાસ પરીક્ષાનું આયોજન કરવા બાબતે ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત કરાઈ હતી. જેના પગલે આ નિર્ણય લેવાયો છે તેમ યુનિવર્સિટીના ઈન્ચાર્જ પરીક્ષા નિયામકે જણાવ્યું છે. કોરોનાના કારણે આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષા ગયા વર્ષની તુલનાએ વિલંબથી યોજવામાં આવી હતી.કોરોનાને કારણે યુનિવર્સિટીની ઓનલાઈન-ઓફલાઈન પરીક્ષા ન આપી શકનારા 1500થી વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ખાસ પરીક્ષા યોજશે. 26 ઓક્ટોબરે ખાસ પરીક્ષાનું આયોજન કરાયું છે. આ પરીક્ષા માટે 16 ઓક્ટોબરે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઈ પર http://studexam.gujaratuniversity.ac.in પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રજિસ્ટ્રેશન નહીં કરાવનાર પરીક્ષા આપી શકશે નહીં તેમ ઈન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. કલ્પેન વોરાએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News