ચાલતા સ્પામાં વડોદરા સીઆઇડી ક્રાઇમે રેડ કરી , વિદેશી મહિલાની અટક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 10:46:12
  • Views : 416
  • Modified Date : 2020-03-23 10:46:12

 વડોદરા સીઆઇડી ક્રાઇમ મિસિંગ સેલ શુક્રવારે પાલનપુરના નવા આરટીઓ સત્યમ સીટી એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પામાં દરોડા પાડ્યા હતા. અને ટૂરિસ્ટ વીઝા પર આવેલી વિદેશી મહિલાઓને નોકરી કરતી ઝડપી પાડી આ સ્પા સંચાલક સામે ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર પૂર્વ પોલીસ વિસ્તારમાં આવેલા નવી આરટીઓ સામે સત્યમ સીટી એપાર્ટમેન્ટમાં ચાલતા  સ્પામાં શુક્રવારે વડોદરાની સીઆઇડી ક્રાઇમ મિસિંગ સેલે દરોડા પાડ્યા હતા. અને સ્પામાં ટૂરિસ્ટ વીઝા પર આવેલી વિદેશી મહિલાઓને નોકરી કરાવતા સ્પાના સંચાલક હસમુખભાઇ દિનેશભાઇ ઠાકોર સામે ગુનો નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.

Download Our B K News Today App



Related News