દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 11:50:11
  • Views : 385
  • Modified Date : 2020-08-24 11:50:11

      દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદે હવે રૌદ્ર સ્વરૂપ ઘારણ કર્યું હોય તેમ ઉમરપાડામા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિતેલા 24 કલાકમાં ભારે વરસાદના કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. નદી-નાળા અને ખાડીઓ બે કાંઠે વહેતી થતાં ઘણા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટીને રૂલ લેવલથી દૂર રાખવા માટે જેટલું પાણી આવે તેટલું સામે છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં એકંદરે બે ઈંચથી લઈને 10 ઈંચ સુધીનો ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે જનજીવન પર અસર પડી રહી છે.ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસના રેઈનગેજ સ્ટેશનોમાં ભારે વરસાદ નોંધાયો છે. પાણીની આવક 1,45,338 ક્યુસેક છે. જેની સામે કેનાલ, હાઈડ્રો અને દરવાજા ખોલીને 1,30,918 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈનું રૂલ લેવલ 335 ફૂટ છે. આ લેવલથી ડેમની સપાટી લગભગ બે ફૂટથી ઓછી દૂર છે. ઉકાઈની હાલની સપાટી 333.18 ફૂટ છે. જેને જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણીની આવક સામે જાવક પણ વધારી ઘટાડી દેવામાં આવે છે.દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લાના 30 તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 256મીમી તો મહુવામાં સૌથી ઓછો 65 મીમી નોંધાો છે.નવસારીમાં 86 મીમી અને ચીખલીમાં 38 મીમી વરસાદ પડ્યો છે.વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પારડી તાલુકામાં 84મીમી અને સૌથી ઓછો વરસાદ ઉમરગામમાં 32મીમી નોંધાયો છે. તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વ્યારામાં 59 મીમી અને ઉચ્છલ તાલુકામાં 12 મીમી વરસાદ પડ્યો છે.ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વઘઈમાં 33મીમી નોંધાયો છે. જ્યારે સુબીર 19 મીમી વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News