ભીલડી ખાતે ભીમા કોરેગાવ શૌર્ય દિવસની રેલી યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 15:41:50
  • Views : 435
  • Modified Date : 2020-01-02 15:41:50

૧લી જાન્યુઆરી ૧૮૧૮ ભીમા કોરેગાવ શૌર્ય દિવસે  ૫૦૦ સૈનિકોએ ૨૮૦૦૦ પેશ્વાઓ સાથે યુદ્ધ કરતા  પેશ્વાઓના રાજવીઓનું પતન થયું હતું. પેશવાના પતન પહેલાં બહુજન સમાજ ઉપર એટલો અત્યાચાર અને ત્રાસ વધી ગયો હતો કે યુદ્ધની અંદર માત્ર પાંચસો સૈનિકોએ એક જ દિવસમાં ૨૮૦૦૦ પેશ્વાઓને ખતમ કરી દીધા હતા. જે બહુજન સમાજમાં કચડાયેલો દબાયેલો હતો. તેનાથી સુખ-સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી, જે સુખ સુવિધાઓને લીધે બહુજન સમાજ શૌર્ય દિવસના દિવસે ડીસા તાલુકાના ભીલડી ગામે  બહુજન વર્ગ ભારતના ઈતિહાસથી વાકેફ થાય,  જાગૃતિ આવે તે હેતુથી જૂની ભીલડી રામદેવ મંદિરથી લઈને સિલસિલા હોટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે રેલી શાંતિપૂર્ણ માહોલ સાથે તેમજ ભીલડી પોલીસ બંદોબસ્ત સાથે યોજાઇ હતી.



Download Our B K News Today App



Related News