ટૂંક સમયમાં ટનલમાંથી બહાર આવશે શ્રમિકો,જાણો કેવી છે તેમના પરિવારના સભ્યોની હાલત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-28 18:00:07
  • Views : 99
  • Modified Date : 2023-11-28 18:00:07

ઉત્તરાખંડના ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 મજૂરોને લઈને મોટા અને સારા સમાચાર આવ્યા છે. શ્રમિકોને ટનલની બહાર કાઢવા માટે પાઈપ નાખવાની કામગીરી પૂરી થઈ ગઈ છે. 41 મજૂરોને ગમે ત્યારે ટનલમાંથી બહાર કાઢવામાં આવશે. ટનલમાં ફસાયેલા મજૂરોના પરિવારજનો ઘટનાસ્થળે હાજર છે. મજૂરોના બહાર આવવાના સમાચારથી તેઓ બધાના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. પહેલા ટનલની અંદરથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં નિષ્ફળતા મળતા ઉપરથી વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે આ રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા મળી હતી.

Download Our B K News Today App



Related News