રાહુલે જેમની સાથે કરી હતી ડાંગરની રોપણી, તે મહિલાઓ સાથે સોનિયા ગાંધીએ કર્યો ડાન્સ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-16 15:25:55
  • Views : 123
  • Modified Date : 2023-07-16 15:25:55

હાલમાં સોનિયા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સોનિયા ગાંધી મહિલાઓ સાથે ડાન્સ કરી રહી છે. આ મહિલાઓ કોણ છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસો પહેલા જે મહિલાઓ સાથે ખેતરમાં ડાંગરની રોપણી કરી હતી તે આ મહિલાઓ છે. આ વીડિયો સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાનનો છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ મહિલાઓને આમંત્રણ આપ્યુ હતું અને તેમની સાથે ભોજન પણ કર્યું હતું.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સોનિયા ગાંધીના ઘરે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર છે. તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી રહ્યા છે. સોનિયા ગાંધીએ આ મહિલાઓ સાથે લંચ પણ કર્યું હતું. વીડિયોમાં મહિલાઓ પ્રિયંકા ગાંધીને ગળે લગાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં સોનિયા ગાંધી પણ મહિલાઓ સાથે હરિયાણવી ગીતની ધૂન પર ડાન્સ કરતા જોવા મળે છે.ગયા અઠવાડિયે રાહુલ ગાંધી રોડ માર્ગે દિલ્હીથી હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા જઈ રહ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીનો કાફલો સોનીપતના બરોજા અને મદીના ગામથી નીકળ્યો ત્યારે રાહુલે જોયું કે કેટલીક મહિલાઓ અને પુરૂષો ત્યાં ખેતરોમાં ડાંગરની વાવણી કરે છે. રાહુલે પોતાના કાફલાને રોકીને ખેડૂતો સાથે ખેતરોમાં ડાંગર રોપવાનું શરૂ કર્યું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું. બાદમાં રાહુલ ગાંધીએ મહિલાઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.બાદમાં સોનિયા ગાંધીએ આ તમામ મહિલાઓને 10, જનપથ ખાતે લંચ માટે આમંત્રણ મોકલ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચી હતી અને ભોજન લીધું હતું. આ મહિલાઓને સોનીપતથી લાવવા માટે રાહુલ ગાંધીએ ખાસ વ્યવસ્થા કરી હતી. રાહુલે તમામ મહિલાઓને લાવવા માટે કાર મોકલી હતી. 10 જનપથ ઉપરાંત આ મહિલાઓ ઈન્ડિયા ગેટ જોવા પણ પહોંચી હતી.

Download Our B K News Today App



Related News