સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, પ્રશાંત કિશોર પર લેવાઈ શકે છે મોટો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 10:55:59
  • Views : 184
  • Modified Date : 2022-04-17 10:55:59

 

દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીની મોટી બેઠક

કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામેલ

પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધી પણ જોડાયા

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીમાં એક મહત્વની બેઠક બોલાવની છે. જેના માટે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘર પર કેટલાય મોટા નેતાઓ પહોંચી રહ્યા છે, જેમાં અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જૂન ખડગે અને અજય માકન જેવા નેતાઓ સામેલ છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ તથા ચૂંટણી રણનીતિ કાર પ્રશાંત કિશોર પણ મીટિંગમાં જોડાયા છે. કહેવાય છે કે, પ્રશાંત કિશોર આજે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ગત વર્ષે જૂલાઈ 2021 થી જ પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીના સંપર્કમાં હોવાની ચર્ચા થઈ રહી છે. 

 

આશા છે કે, કોંગ્રેસ પ્રશાંત કિશો પર 2024ની લોકસભા ચૂંટણીને લઈને દાંવ ખેલવાની તૈયારી કરી રહ્યું છે. 2014 અને 2019માં ભૂંડી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ માટે પ્રશાંત કિશો 2024 લોકસભા ચૂંટણીમાં કેટલા કારગર સાબિત થાય છે, એતો આવનારો સમય જ બતાવશે. પણ સોનિયા ગાંધીની સાથે પ્રશાંત કિશોરની વાતચીત કોંગ્રેસ પાર્ટીમાં ફેરફાર, પાર્ટીમાં સંગઠન સ્તર પર ફેરફાર, ટિકિટ વહેંચણી સિસ્ટમ દુરસ્ત કરવા, ચૂંટણી ગઠબંધન ડોનેશન વગેરે મુદ્દા કેન્દ્રમાં રહેશે.

પ્રશાંત કિશોરને મળી શકે છે મોટી જવાબદારી

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસ નેતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થયા બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા, ત્યારે કોંગ્રેસે ચૂંટણી અભિયાન સંભાળવા માટે પ્રશાંત કિશોરની જગ્યાએ પૂર્વ સહયોગી સુનિલ કાનુગોલૂ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા હતા. મીટિંગમાં પ્રશાંત કિશોર શામેલ થયા બાદ સૂત્રોનું કહેવુ છે કે, ગુજરાત અથવા અન્ય કોઈ રાજ્યમાં ચૂંટણી તેમના માટે અસાઈનમેંટ અથવા જવાબદારી હોઈ શકે છે. 

 

 

Download Our B K News Today App



Related News