સોનાક્ષી સિંહા પર છેતરપિંડીનો કેસઃ ઉત્તર પ્રદેશની પોલીસ તેના ઘરે પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 18:46:10
  • Views : 555
  • Modified Date : 2019-07-13 18:46:10

સોનાક્ષી સિંહા પર છેતરપિંડીનો એક કેસ ચાલી રહ્યો છે. આ મામલામાં ઉત્તર પ્રદેશના મરદાબાદની પોલીસ ટીમ મુંબઇ આવી , પરંતુ સોનાક્ષી હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી હોવાથી પોલીસની ટીમને મળી નહી. સોનાક્ષી પર ૨૪ લાખ રૂપિયા લીધા બાદ ઇવેન્ટમાં હાજરી નહીં આપવાનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. મુરદાબાદના થાણામાં સોનાક્ષી સહિત પાંચ વ્યક્તિો  પર છેતરપિંડીના મામલે કેસ કરવામાં આવ્યો છે. આ માટે મુરદાબાદની ત્રણ પોલીસ મુંબઇ આવી હતી. સોનાક્ષીએ આ બાબતે ટ્વિટ કરતાં કહ્યુ ંહતુ ંકે, '' એક ઇવેન્ટ આયોજક જે પોતાની પ્રતિબદ્ધતા પર પાર ઉતર્યો નહીં. તે મારી સાફ-સુથરી છબીને ખરડવા નીકળ્યો છે. તપાસ માટે પોલીસ અધિકારીઓને મારો પૂણ ર્ સહયોગ છે. હું મીડિયાથી અનુરોધ કરું છે કે બેઇમાન વ્યક્તિના આ વિચિત્ર દાવપેચ પર ફસાશો નહીં,''

Download Our B K News Today App



Related News