સોમનાથ મંદિરનાં 1500થી વધુ કળશને સોનાથી મઢાશે, દાતાઓ તરફથી 140 કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 12:19:55
  • Views : 504
  • Modified Date : 2019-08-23 12:19:55

દેશનાં પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પરના 1500થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દાતાઓ તરફથી 140 કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું છે.21 હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યુંસોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર 1500 કળશ છે. આ 1500 કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના 1500 જેટલા કળશને સુવર્ણ મઢીત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ 21 હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે 140 કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.મંદિરમાં 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધામહત્વનું છે કે મુંબઇના લખી પરિવારે ભુતકાળમાં 110 કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું. જેમાંથી મંદિરનાં ગર્ભગૃહ, ત્રિશુલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. ત્યારે મંદિરનો વધુ એક ભાગ હવે સુવર્ણ જડિત થવા જઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2200થી 2500 યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.

Download Our B K News Today App



Related News