સોમનાથ મંદિરમાં ભાવિકોની સંખ્યા ઘટતાં દાનમાં પણ તોતિંગ ઘટાડો નોંધાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-23 13:03:04
  • Views : 583
  • Modified Date : 2019-08-23 13:03:04

ગુજરાત સહિતના આજુબાજુનાં રાજ્યમાં ભારે વરસાદનાં પગલે સોમનાથ તરફ આવતી ટ્રેન તેમજ અનેક બસ રૂટો બંધ થતાં યાત્રિકોનો પ્રવાહમાં ધરખમ ઘટાડો થયો છે. જેની સિધ્ધિ અસર સોમનાથ ટ્રસ્ટની આવકમાં જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષની સોમનાથ ટ્રસ્ટની આવક જોવા જઈએ તો શ્રાવણ માસ 2016ના વર્ષમાં 53107451 થઈ હતી. જ્યારે 2017નાં શ્રાવણ માસ વર્ષમાં 45930606 થઈ હતી. 2018 ના શ્રાવણ માસમાં વધીને 63988915 થઈ હતી. જે 2019 ના તા. 20 ઓગસ્ટ સુધીમાં સોમનાથ ટ્રસ્ટની આવક 38270124 થઈ છે. જેમ 50 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.સોમનાથ ટ્રસ્ટની આવકમાં ઘટાડોજોકે શ્રાવણનાં ત્રણ સોમવારે પુરા થઈ ગયા છે અને હજૂ પણ દશ દિવસ બાકી છે અને જન્માષ્ટમી તેમજ એક સોમવાર બાકી છે. ત્યારે સોમનાથમાં યાત્રિકોનો પ્રવાહ ઉમડે છે. જો કે હાલમાં પણ યાત્રિકોનો પ્રવાહ ખુબજ ઓછો જોવા મળી રહ્યો છે. જેથી છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં આ વર્ષે યાત્રિકોનો પ્રવાહ ઓછો થવાને લીધે સોમનાથ ટ્રસ્ટની આવકમાં ઘટાડો જોવા મળે છે.ચાલુ વર્ષે શ્રાવણના 20 દિવસમાં થયેલી આવકગોલખ બોક્ષ 75,10,055ડોનેશન-પુજાવિધિ 1,04,92,496પ્રસાદી આવક 1,26,36,650પાર્કિંગ આવક 4,80,640સાહિત્યની આવક 15,83,235ગેસ્ટહાઉસોની આવક 55,67,048કુલ આવક 3,82,70,124

Download Our B K News Today App



Related News