ક્યાંક તમારી પર્સનલ વાતો ગુગલ નથી સાંભળતું ને? શું કામ દેખાય છે તમને ગમતી વસ્તુની જાહેરાતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 15:58:01
  • Views : 186
  • Modified Date : 2022-06-14 15:58:01


આપણી બધી વાતો સાંભળે છે કોઈ 
ઘણી વખત તમે જોયું હશે કે આપણે આપણા ઘરમાં જે વસ્તુની વાત કરી રહ્યા છીએ તેની જાહેરાત આપણને બીજી જ ક્ષણે આપણા મોબાઇલ પર દેખાય છે. કેટલીકવાર એવું લાગે છે કે શું તે ફક્ત એક સંજોગ છે કે ગૂગલ આપણી બધી જ વાતો સાંભળે છે.


લોકોના મનમાં શંકા 
સામાન્ય રીતે એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ ફીચર હોય છે, જેને તમે ઓકે ગૂગલ કહીને એક્ટિવેટ કરી શકો છો. તમે તમારા સ્માર્ટફોન પર માઇકના આઇકન પર ક્લિક કરીને ગૂગલ વોઇસ સર્ચનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ લોકોના મનમાં એક સવાલ રહે છે કે ગુગલ તમારી બધી જ વાતો સાંભળે છે ભલે માઇક ચાલુ હોય કે નહીં.


 


શું ગૂગલ તમારી વ્યક્તિગત વાતો સાંભળે છે ?
થોડુંક વિચારો કે તમે તમારી કાર વેચવા વિશે તમે મિત્રને કંઈક કહ્યું છે. તમે આ વાત ફોન ઉપર પણ નથી કહી પરંતુ ફોન ફક્ત તમારી પાસે જ છે. ત્યારે જોવા મળે છે કે, બીજા દિવસથી તમારા મોબાઈલ બ્રાઉઝર અને ફેસબુક પર કાર વેચવાને લગતી જાહેરાતો દેખાવા લાગે છે. શું આ ફક્ત એક સંયોગ છે અથવા ગૂગલ આપણને સાંભળી રહ્યું છે ? લોકોના મતે, એવા ઘણી વાતો છે જ્યારે આપણે કોઈ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ અને તેના પછી એ જ વસ્તુની જાહેરાત જોવા મળે.


ગૂગલ કંપની શું કહે છે 
આવી સ્થિતિમાં, આ પ્રશ્નનો સાચો જવાબ આપવો થોડો મુશ્કેલ છે, પરંતુ તમારે હજી પણ સજાગ રહેવું જોઈએ. હકીકતમાં ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાની જાતને એ વાતથી દૂર રાખે છે કે તેઓ કોઇની વાત સાંભળે છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ કોઈની પ્રાઈવસીમાં દખલ કરતા નથી. ગૂગલ પ્રાઇવસી પોલિસી અનુસાર, તેઓ પરવાનગી વગર આપણી વસ્તુઓ રેકોર્ડ કરતા નથી.
આવી પરિસ્થિતિમાં એકમાત્ર ઉપાય એ છે કે તમે એવી એપ્લિકેશનોનો ઉપયોગ કરો જે માઇક્રોફોનનો એક્સેસ લેતી ન હોય.


 


Download Our B K News Today App



Related News