ડીસામાં માર્કેટયાર્ડની બાજુમાં આવેલી સોસાયટીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 10:47:34
  • Views : 432
  • Modified Date : 2020-07-25 10:47:34

ડીસા માર્કેટયાર્ડની બાજુમાં આવેલ કેટલીક સોસાયટીમાં ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેથી શહેરની રામા ઉમા અને મંગુ ઉમા સોસાયટીના રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. સ્થાનિક રહિશોએ સમસ્યાનો ઉકેલ નહી આવે તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. ડીસા માર્કેટયાર્ડની બાજુમાં અને જયશ્રી પાર્ક સોસાયટીની પાછળ આવેલી રામા ઉમા અને મંગુ ઉમા સોસાયટીના રહીશો છેલ્લા બે વર્ષથી પાણી, ગટર, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે નગરપાલિકા તંત્ર સમક્ષ માંગ કરી રહ્યાં છે. પરંતુ નગરપાલિકાના નઘરોળ તંત્રના કાને રજૂઆત સંભળાતી નથી.આથી સોસાયટીના રહીશોની બેઠક યોજાઇ હતી. જેમાં સોસાયટીની દરેક સમસ્યાઓનું ટૂંક જ સમયમાં સમાધાન કરવામાં આવે એવી રજુઆત કરાઇ હતી અને જો કોઈ જ નિવારણ નહીં આવે તો સામૂહિક ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ કરાશે તેમ સ્થાનિક રહીશ અશોકભાઈ નાઇએ જણાવ્યું હતું. સોસાયટીમાં પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નથી. ત્યારે સોસાયટીમાં ભરાતાં ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભિતી સેવાઇ રહી છે તેમ સ્થાનિક રહીશ લક્ષ્મણભાઇએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News