આતંકી ધૂસ્યાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર વાવના રાધાનેસડાનો યુવક પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 11:52:16
  • Views : 952
  • Modified Date : 2020-03-04 11:52:16

 પાકિસ્તાનના આતંકી દક્ષિણ ભારતામં આતંકી હુમલો કરી શકે છે તેમ દક્ષિણ ભારતના લેફટન્ટ કર્નલ સૈનીએ જણાવ્યું હતું. તેમાં આતંકીનું સરક્રીક કનેક્શન બહાર આવ્યું હતું. દરમિયાન કચ્છને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં આતંકવાદી ઘૂસ્યો હોવાનો મેસેજ એક યુવકે કર્યો હતો. મેસેજ ખોટો સાબિત થતાં તેની વાવ તાલુકાની પોલીસે અટકાયત કરી છે. વાવ તાલુકાના રાધાનેસડા ગામના યુવક વસરામ રબારીએ એક મેસેજ મેસેજ લખ્યો હતો કે, આતંકવાદી ઘૂસી ગયા છે, રાધાનેસડા કુંડાળીયા, માવસરી આવો કોઈ માણસ આવે તો પોલીસને જાણ કરો. તેનો લખેલો મેસેજ આસપાસના વિસ્તાર અને જિલ્લામાં વાઈરલ થયો હતો. મેસેજ વાઈરલ થતાં લોકોમાં ભયના માહોલ ઊભો થયો હતો. આતંકી ઘૂસ્યાના વસરામે કરેલા મેસેજ બાદ વાવ, માવસરી પોલીસ અને બીએસએફ જવાનોએ તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા મેસેજ ખોટો હોવાનું પૂરવાર થયું હતું. તેને પગલે વાવ પીએસઆઈએ કાર્યવાહી કરી તેની અટકાયત કરી હતી. ખોટો મેસેજ વાઈરલ કરવાના ગુનામાં વસરામ રબારી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News