શ્રીલંકામાં સોશ્યલ મીડિયા પર લાગ્યો પ્રતિબંધ: FB-WhatsApp આઉટ ઑફ સર્વિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:12:48
  • Views : 238
  • Modified Date : 2022-04-03 11:12:48

શ્રીલંકામાં ભારેલો અગ્નિ 

ઈમરજન્સી લગાવીને કર્ફ્યૂ જાહેર કરી દેવાયો 

સોશ્યલ મીડિયા પર પણ લાગ્યો પ્રતિબંધ 

ભારતના પડોશી દેશ શ્રીલંકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખૂબ જ ખરાબ થઈ રહી છે. આર્થિક રીતે આ દેશ હવે બરબાદ થઈ ગયો છે અને દેશમાં ઈમરજન્સીની સાથે લોકડાઉન જેવા તુઘલકી આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકોને ખાવા-પીવાના પણ ફાંફાં પડી રહ્યા છે ત્યારે ભયંકર હિંસાની પણ આશંકા છે ત્યારે હવે સોશ્યલ મીડિયા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

 

આઉટ ઓફ સર્વિસ થઈ સેવાઓ 
રવિવારથી, શ્રીલંકામાં ફેસબુક (FB), ટ્વિટર, વ્હોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવા બંધ કરી દેવામાં આવ્યા છે. કોલંબો સહિત ઘણા શહેરોમાં શનિવારની મોડી રાતથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ ગયું છે. 

 

કર્ફ્યૂના કારણે ભારેલો અગ્નિ 
આ પહેલા શનિવારે શ્રીલંકામાં કર્ફ્યુનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. અહીં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી જાહેર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમિયાન લોકોને રોડ, પાર્ક, રેલ્વે, બીચ સહિત તમામ જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

લોકોને ખાવાના ફાંફાં 
શ્રીલંકાની આર્થિક દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોલંબોમાં 13-13 કલાકના પાવર કટથી પીડિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લોકો પાસે ખાવા-પીવાનું નથી. લોકો હિંસક વિરોધ કરી રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ 1 એપ્રિલથી દેશમાં ઈમરજન્સી લાદી દીધી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ કાર્યાલયથી જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે આવું કરવું જરૂરી બની ગયું છે.

Download Our B K News Today App



Related News