ડીસામાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવતી પાલિકામાં નિયમનું સુરસુરિયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:03:42
  • Views : 683
  • Modified Date : 2020-07-14 11:03:42

ડીસા પાલિકાની ઘરવેરા શાખામાં સોમવારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વેરા શાખામાં લોકોના ટોળા એકત્ર થઇ જતા નગરમાં સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરાવતી પાલિકા પોતે જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતી જોવા મળી હતી. ઉપપ્રમુખ કાંતિલાલ સોની, સદસ્ય નિલેષભાઇ ઠકકર, દિપકભાઇ પટેલ દ્વારા મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીને રજૂઆત કર્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું હતું. 

Download Our B K News Today App



Related News