અર્થશાસ્ત્રના સ્નાતક 40 કાંકરેજી ગાયો રાખી સજીવ ખેતી કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:23:45
  • Views : 534
  • Modified Date : 2020-03-01 16:23:45

‘તમે ગમે તેવી ડિગ્રીઓ મેળવો છતાં ખેતરમાં કામ કરવામાં નાનમ હોવી જોઇએ નહી’ આ શબ્દો બી.એ અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી નોકરી ફગાવીને બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લોરવાડા ગામમાં ખેતી સાથે પશુપાલન કરતા હિતેશભાઈ જોષીના છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓછું ભણેલા અને નોકરીમાંથી રહી ગયેલા લોકો જ ખેતી કરે આ પરંપરાગત માન્યતા જે ખોટું સાબીત થયું છે. જે આજે 5 કે 7 હજારની નોકરી માટે ગામ છોડીને શહેરો તરફ દોટ મુકતા યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે. હિતેશભાઈ જોષી બી.એ અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરની નોકરી કરતા હતા. પરંતુ વતનમાં આવીન કાંકરેજી ગાયોના પશુપાલન સાથે સજીવખેતી કરવાની એવી લગની લાગેલી હતી કે તેમણે નોકરી પણ છોડી દિધી હતી. ખેતીમાં પડકારો વધતા જતા હોવાથી ઘણા ખેડૂત પરીવારો પોતાના સંતાનોને ખેતીથી દૂર રહેવાની સલાહ આપતા હોય છે ત્યારે લોરવાડાના ભણેલા ગણેલા હિતેશભાઈ જોષીએ પશુપાલનના વ્યવસાય સાથે સજીવ ખેતી પસંદ કર્યું છે. હિતેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે, ‘અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી પણ મારા રસનો વિષય ખેતી હોવાથી પૈસા ખાતર પડયા રહેવાના સ્થાને ખેતી વ્યવસાયમાં આવવાનું નકકી કર્યું હતું. આજે 12 વિઘા જમીનમાં બટાકા, ઘઉં, શાકભાજી સહિતના પાકોની સજીવ ખેતી કરીને ખૂશ છીએ. તેઓ માને છે કે રસ ના હોય એવા વ્યવસાયમાં માત્ર પૈસા ખાતર ઝંપલાવવા કરતા રસના વિષયમાં મહેનત કરો તો ઉગી નિકળે છે. પશુપાલન અને ખેતીમાંથી વર્ષે લાખોની આવક સહેજ મળી રહે છે. શહેર અભ્યાસ માટે સારુ તેમ છતાં ખરો આનંદ તો ગામડામાં જ આવે છે. ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરની નોકરી છોડીને પોતે ખેતી કરવાના લીધેલા નિણર્યનો કોઇ જ પસ્તાવો થતો નથી. ખેતીમાં અનેક પડકારો હોવા છતાં વર્ષે સારી આવક મળી રહે છે. કાંકરેજની ગાયોનું દૂધ ભરવું અને શાકભાજીના ભાવથી માંડીને બજારમાં વેચવા સુધીની મહેનત જાતે જ કરે છે.’ આ ઉપરાંત તેમણે ખેતી આધારિત પશુપાલન અપનાવીને 40 જેટલી કાંકરેજ ગાયોની ગૌશાળા બનાવી છે. તેઓ ગાયના છાણનો જમીનમાં ખાતર તરીકે જયારે ગૌમૂત્રમાંથી જીવામૃત તૈયાર કરે છે. આ રીતે રાસાયણિક ખાતરો અને દવાઓ પાછળ થતો ખર્ચ બચાવે છે.

Download Our B K News Today App



Related News