પાટણમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાનીએ જાહેર સભા ગજવી : કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 06:45:34
  • Views : 608
  • Modified Date : 2019-04-18 06:45:52

પાટણ ખાતે બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં પાટણ લોકસભાના  ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં મંત્રીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને રાહુલ જ્યાંથી ચૂંટણી લડે છે તે મત વિસ્તાર અમેઠી લોકો વિકાસથી વંચિત રહી ગયા છે દેશમાં મોદી સરકાર આવ્યા બાદ હવે નવીન રેલ્વે લાઇનનું કામ શરૂ થયું છે.ગતરોજ પાટણ શહેરમાં  પાટણ લોકસભાના  ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી. સભામાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની સભામાં બે થી ત્રણ કલાક મોડા આવવા બદલ કાર્યકરોની ક્ષમા માંગી હતી. ભાજપના વિવિધ મોરચા દ્વારા સ્મૃતી ઈરાનીનું સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપમાં સામાન્ય કાર્યકર અને ચા વેચનાર દેશના વડાપ્રધાન બની શકે છે જ્યારે કોંગ્રેસમાં પરિવારમાં જન્મ લેનારને નેતા ઘોષિત કરી દેવામાં આવે છે. કોંગ્રેસના નેતાઓના ઘર રોશન હતા જ્યારે દેશમાં અંધકાર હતો. કોંગ્રેસે  કોલસા કૌભાંડ, ટુ જી સ્પ્રેકટમ, કૌભાંડ કરી દેશને પાછળ ધકેલી દીધો હતો. ત્યારે દેશના લોકોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર આશા જાગી સમગ્ર દેશે નરેન્દ્રભાઈનો હાથ પકડયો  અને દેશમાં ભાજપની સરકાર બની ત્યારે ફરી દેશને નરેન્દ્રભાઈ પર  આશા છે. ત્યારે પાટણ લોકસભાની બેઠકના ઉમેદવાર ભરતસિંહને વિજય બનાવી દેશમાં ફરી મોદી સરકાર લાવવા કાર્યકરોને આહવાન કર્યુ  હતું.વધુમાં મોદી સરકારના પાંચ વર્ષમાં થયેલા વિકાસ કામોની વાત કરીને કોંગ્રેસના અધ્યક્ષ અને અમેઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી પર પ્રહાર કરતા  જણાવ્યું હતું કે આ બેઠક ઉપર તેઓ છેલ્લાં બે-ત્રણ ધર્મથી ચૂંટાઈને આવે છે પરંતુ અમેઠી લોકસભા વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત રહી ગયો છે ટ્રેન જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી ત્યારે છેલ્લાં પાંચ વર્ષથી મોદી સરકાર આવ્યા બાદ અમેઠીમાં નવીન રેલવેનું કામ શરૂ થયું છે. વધુમાં અમેઠી મત વિસ્તારમાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ કોંગ્રેસ પૂરી પડી શકી નથી. ત્યારે મહિલાઓ ખુલ્લામાં શૌચક્રિયા  કરવા માટે મજબુર હતી ક્ષોભજનક સ્થિતિમાં મુકાતી હતી. મોદી સરકાર આવ્યા બાદ અમેઠીમાં ૨ લાખ પરિવારોને  શૌચાલય બનાવીને આપ્યા છે વધુમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું તેઓ પોતાના મત વિસ્તારમાં માત્ર ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પાંચ વર્ષમાં એકવાર માટે આવે છે.  ગતરોજ યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ મીડિયા સેલના જીતેન્દ્રભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ અન્ય અગ્રણીઓ મનોજભાઈ પટેલ, સ્નેહલભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના, કિશોરભાઈ મહેશ્વરી, યોગીનીબેન વ્યાસ, સતિષભાઈ ઠક્કર, સુરેશભાઈ પટેલ વિગેરે અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News