SMCનો સ્ટાફ જ માસ્ક નથી પહેરતો, પુરાવા સાથે પાલિકામાં ફરિયાદ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 17:03:59
  • Views : 396
  • Modified Date : 2020-09-20 17:03:59

        શહેર જિલ્લામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકાનો સ્ટાફ જ માસ્ક ન પહેરતો હોવાનો ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે. જાગૃત નાગરિક દ્વારા પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી પુરાવા પણ આપ્યા છે. જોકે, આ ફરિયાદને સોલ્વ કરી દેવાતા અધિકારીને સવાલ કરવામાં આવતા જણાવ્યું હતું કે, તમામને ફરજીયાત માસ્ક પહેલા છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે.જાગૃત નાગરિક દ્વારા બે દિવસ પહેલા પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં સ્થળ અને સમય સાથે વીડિયો અને ફોટો પુરાવ તરીકે આપી પાલિકાની સ્ટાફ જ માસ્ક ન પહેરતો હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવતા જાગૃત નાગરિકે પાલિકા અધિકારી કે. એચ. પાટીલને ફોન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો અને ફોટો આધારે સ્ટાફને ફરજીયાત માસ્ક પહેરવા વોર્નિંગ આપવામાં આવી છે.જાગૃત નાગરિક દ્વારા પાલિકાના અધિકારીને સવાલ કરવામાં આવ્યો હતો કે, સામાન્ય નાગરિક પાસે કોઈ પણ પ્રકારની વોર્નિંગ વિના જ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. જ્યારે પાલિકાના સ્ટાફને માસ્ક ન પહેરવા માટે માત્ર વોર્નિંગ આપવામાં આવે છે. જેથી પાલિકાના સ્ટાફ પાસે પણ 1000 રૂપિયાનો દંડ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.પાલિકાએ છેલ્લા ચાર મહિનામાં કુલ 38,448 વ્યક્તિઓ પાસેથી કુલ 1.68 કરોડથી વધુની દંડની વસૂલાત કરી છે. મહત્ત્વની બાબત છે કે, માસ્ક નહી પહેરનાર પાસે 1 હજારનો દંડ થઈ જવા છતાં લોકો હજી પણ માસ્ક વગર ઝડપાઈ રહ્યાં છે. જોકે, પાલિકા કર્મીઓને દંડની રકમ વસૂલવામાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News