3 હજારની વસ્તી ધરાવતા ભાવનગરની કદરેજ ગામની સ્માર્ટ સ્કૂલ, દીકરી સ્કૂલે પહોંચે એટલે વાલીના મોબાઈલમાં મેસેજ આવી જાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-05 14:29:25
  • Views : 397
  • Modified Date : 2020-09-05 14:29:25

        ભાવનગર જિલ્લાનું 3000ની વસ્તી ધરાવતું કરદેજ ગામની પ્રાથમિક કન્યાશાળા એક આદર્શ શાળા તરીકે ઉભરી રહી છે. આ શાળાને આદર્શ બનાવવામાં આચાર્યથી લઇ તમામ શિક્ષકોનો ફાળો રહ્યો છે. પરંતુ આમ છતાં એક શિક્ષક કે જેમના શિક્ષણ થકી આ શાળા આદર્શ શિક્ષણ અને આદર્શ શિક્ષકને હક્કદાર બની છે. આ શાળાના અંગ્રેજીના શિક્ષક રોહિત ચૌહાણ કે જે આ શાળામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓના આદર્શ શિક્ષક છે. જેનું કરદેજ સંપૂર્ણ ગામ ગૌરવ કરી રહ્યું છે કે આવા શિક્ષકો આજે તેના ગામની શાળામાં છે અને તેમના જ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. એટલે કે આ શાળામાં શિક્ષણ દિન પાંચ સપ્ટેમ્બર નહીં પરંતુ 365 દિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. મોટા મોટા શહેરોની ખાનગી શાળાઓમાં જે પ્રમાણે ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેનાથી પણ વિશેષ શિક્ષણ કરદેજની પ્રાથમિક કન્યાશાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પ્રાપ્ત કરી રહી છે. વિદ્યાર્થિનીઓ સ્કૂલે પહોંચી જાય એટલે દરેક વાલીના મોબાઈલમાં મેસેજ આવી જાય તેવી સિસ્ટમ કાર્યરત છે.આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને જે આઈ કાર્ડ આપવામાં આવ્યા છે તે QR કોર્ડ વાળા છે. જેથી શાળામાં પ્રવેશની સાથે જ તેનું સ્કેનિંગ થાય છે અને વિદ્યાર્થિની શાળાની અંદર પહોચી ગઈ છે જેની જાણ મોબાઈલ એપ દ્વારા તેના વાલીને થઇ જાય છે ઉપરાંત જ્યારે પણ વિદ્યાર્થિની શાળાની બહાર જાય ત્યારે પણ તેની જાણકારી તેના વાલીને મળી જાય છે. આ ઉપરાંત આ શાળાના તમામ રૂમ CCTVથી સજ્જ છે અને જેને પણ પોર્ટલ સાથે જોડી વાલીઓ પોતાના બાળકો શાળામાં શું કરી રહ્યા છે તે પણ ગમે ત્યારે જોઈ શકે છે. ઉપરાંત રોજિંદી શાળાકીય પ્રવૃત્તિ પણ વાલીઓ ઘરે બેઠા નિહાળી શકે છે. સૌથી મહત્વની બાબત છે કે જેમાં જો વિદ્યાર્થિની કોઈ કારણોસર શાળામાં ગેરહાજર હોય તો તે તેમના ઘરેથી પોતાના મોબાઈલમાં રહેલી એપ દ્વારા રજા રિપોર્ટ મૂકી શકે છે. શાળામાં ચાલી રહેલા અભ્યાસ અંગે પણ માહિતી મેળવી શકે છે. આ તમામ ટેકનોલોજીને અમલી કરવામાં શિક્ષક રોહિત ચૌહાણની મહત્વની ભૂમિકા છે. આમ આ ડિજિટલ શાળા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરી રહી છે.રોહિત ચૌહાણ કે જે અંગેજી ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકે નાના એવા કરદેજ ગામમાં ડિજિટલ શિક્ષણની ક્રાંતિ સર્જી છે. 21મી સદીના આધુનિક યુગમાં ડિજિટલ ઇન્ડીયાનું સપનું સાર્થક થઇ રહ્યું છે. શહેરી વિસ્તારથી લઇ અને ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં હવે ડિજિટલ આધુનિકરણ સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભાવનગર તાલુકાની કરદેજ કન્યા પ્રાથમિક શાળા કે જે રાજ્યભરની સરકારી શાળાઓમાં નમૂનારૂપ શાળા બની રહી છે. જેમાં ડિજિટલ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો સાથે સાથે શાળાકીય વેબપોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શાળાનું ડિજિટલ આધુનિકરણ કરવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો છે. રોહિત ચૌહાણ કે જે શાળાની તમામ વિદ્યાર્થીનીઓના આદર્શ શિક્ષક છે. આ શિક્ષકે નાના એવા કરદેજની પ્રાથમિક કન્યાશાળામાં ડિજિટલ શિક્ષણ થકી એક એવું મુકામ હાંસિલ કર્યું છે જેથી તે વિદ્યાર્થિનીઓના ગુરુની સાથે માતા-પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તમામ વાલીઓ માટે પણ એક આદર્શ શિક્ષણની સાથે સાથે એક આદર્શ શિક્ષક બની ગયા છે.

Download Our B K News Today App



Related News