ભારતમાં નવા કોરોનાવાઈરસથી સંક્રમિત 6 દર્દીઓ મળ્યા, આ તમામ બ્રિટનથી તાજેતરમાં જ આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:45:18
  • Views : 501
  • Modified Date : 2020-12-29 11:45:18

    ભારતમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. અહીં છ સંક્રમિતમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓને ક્યાંથી મળ્યા છે. આ પૈકીનાં ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુણેની ઈન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.

    બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના વધુ ખતરનાક બે વેરિઅન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિઅન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલા ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.વાઈરસમાં સતત મ્યુટેશન થતુ રહે છે, એટલે કે તેના ગુણ બદલાતા રહે છે. મ્યુટેશન થવાથી વેરિઅન્ટ પોતે જ ખત્મ થઈ જાય છે. જોકે ક્યારેક-ક્યારેક પહેલા કરતા વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને સમજ્યાં પણ ન હોય ત્યાં બીજું નવું રૂપ પ્રકાશમાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોનવાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં મળ્યું છે, તે પહેલા કરતા 70 ટકાથી વધુ ગતિથી ફેલાઈ શકે છે.

    બ્રિટનમાં આ નવો સ્ટ્રેન છે. તેમાં અમીનો અસિડને N લખવામાં આવે છે. તે કોરોનાવાઈરસના જેનેટિક સ્ટ્રક્ચરમાં પોઝિશન-501 પર હતો. તેને હવે Yએ રિપ્લેસ કર્યો છે.નાઈઝિરિયામાં મળેલા આ કોરોનાવાઈરસ સ્ટ્રેનમાં પોઝિશન-681 પર અમીનો અસિડ Pને Hએ રિપ્લેસ કર્યો છે. અમેરિકાના CDCના જણાવ્યા મુજબ આ પોજિશનમાં ફેરફાર ઘણી વખત થઈ ચૂક્યો છે.આ સ્ટ્રેન કોરોનાવાઈરસમાં પોજિશન-69 અને 70 પર અમીનો અસિડ્સના ડિલીટ થવાનું પરિણામ છે. ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકામાં પણ વાઈરસમાં આ ફેરફાર જોવા મળ્યો છે.બ્રિટનમાં કોવિડ-19 જેનોમિક્સ કન્સોર્ટિયમ(CoG-UK)ના રિસર્ચે આ નવા વેરિઅન્ટ અંગે જણાવ્યું હતું. તેમાં પોજિશન-439 પર સ્થિત અમીનો અસિડ Nને Kએ રિપ્લેસ કર્યું છે.

    દેશમાં સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડો 23 જૂન પછી સૌથી ઓછો છે. અત્યાર સુધીમાં 15 હજાર 656 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 822 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 250 દર્દીઓના મોત થયા છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો નોંધાયો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાંથી 98.06 લાખ દર્દીઓ સાજા થયા છે. 1.48 લાખ દર્દીઓના મોત થયા છે.


Download Our B K News Today App



Related News