મહારાષ્ટ્રમાં-શિવસેના-સાથે-સરકાર-રચવા-કોંગ્રેસે-ઓફર-મૂકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 14:25:32
  • Views : 437
  • Modified Date : 2019-11-02 14:25:32

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાથે સાત દિવસ વીતી ગયા છતાં  આજ સુધી સરકાર રચવા માટે ભાજપ-શિવસેના વચ્ચે મુખ્યપ્રધાન પદ અને ફોર્મ્યુલાની મડાગાંઠ ઉકેલાઈ નથી. વધુને વધુ બન્ને વચ્ચે ખેંચતાણી વધી રહી છે. આવા સંજોગોમાં શિવસેનાની સાથે સરકાર સ્થાપવા માટે કોંગ્રેસ અને એન.સી.પી. સકારાત્મક એટલે કે તૈયાર હોવાનું શિવસેનાના સૂત્રોએ જણાવ્યું હતું.

એટલું જ નહિ આજે સાંજે કોંગ્રેસના નેતા દિલ્હીમાં  સોનિયા ગાંધી સાથે  ચર્ચા કરી હોવાની  કહેવામાં આવે છે.

મુખ્યપ્રધાન પદ અને અમુક પ્રધાનપદના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચેની ખેંચતાણી ઉકેલાતી નથી. આથી રાજ્યમાં અલગ વિકલ્પ આપવા બાબતે  રાજ્યમાં  કોંગ્રેસના નેતા સકારાત્મક છે.

આ પૂર્વે શિવસેના અને ભાજપ વચ્ચે સત્તાની  વહેંચણીમાં અડચણ ઊભી થઈ છે તો શું ભૂમિકા લેવી? આ બાબતે કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાત, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ એન.સી.પી.ના વડા શરદ પવારની મુલાકાત લીધી હતી. હવે સોનિયા ગાંધીના નિર્ણયની રાહ જોવાય છે.

આ દરમિયાન શિવસેના સમર્થન માંગશે તો અમે જરૂરથી ટેકો આપીશું એવું નિવેદન કોંગ્રેસના સિનીયર નેતા અને રાજ્યસબાના સાંસદ હુસેન દલવાઈએ કર્યું હતું.

મહત્ત્વનું એ છે કે હુસેન દલાઈ શિવસેનાના વિધાનસભ્યોની બેઠકમાં સહભાગી થયા હતા. બન્ને પક્ષની વિચારધારા  અલગ-અલગ છે. પણ આ પૂર્વે શિવસેનાએ કોંગ્રેસના ત્રણ વખત સમર્થન આપ્યું થે, ઈન્દિરા ગાંધીના સમયે, મહારાષ્ટ્રમાં એ.આર.અંતુલેને મુખ્યપ્રધાન બનાવવા અને પ્રતિભાતાઈ પાટિલને રાષ્ટ્રપતિ પદ માટે શિવસેના  તરફથી કોંગ્રેસને  સમર્થન જાહેર કર્યું  હતું. આથી શિવસેનાને અમારી સામે અમુક પ્રસ્તાવ મૂક્યો છે. તેના પર જરૂર વિચાર કરાશે, એમ હુસેન દલવાઈએ જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News