સિલ્વર મેડલ જીતી R Madhavan ના દીકરાએ ભારતનું નામ કર્યું રોશન, લોકોએ કહ્યું બોલિવૂડવાળા કંઈક શીખો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:18:05
  • Views : 211
  • Modified Date : 2022-04-17 11:18:05

 

માધવનનો પુત્ર વેદાંત માધવન ચર્ચામાં 

સ્વિમિંગમાં જીત્યો સિલ્વર મેડલ 

પિતા માધવને ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી ખુશી 

 

એક્ટર માધવનને ફિલ્મ 3 ઈડિયટ્સ બાદ લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. ત્યાર બાદ તેઓ ઈંડસ્ટ્રીનાં ચહીતા બની ગયા હતા. પરંતુ નવાઈની વાત તો એ છે કે માત્ર એક્ટર જ નહી, પરંતુ તેમના પુત્રની પણ ખૂબ જ ચર્ચા થાય છે અને એ પણ એક્ટિંગને કારણે નહી. માધવનનાં દીકરા વેદાંત માધવન ઘણા મજબૂત સ્વીમર બનીને આગળ આવી રહ્યા છે. એક વાર ફરી દેશનું નામ રોશન કરનાર આ બાળકે કોપનહેગનમાં ડેનિશ ઓપનમાં સિલ્વર મેડલ જીત્યો છે. 

 

વિદેશમાં જીત્યો સિલ્વર મેડલ 
એક મજબૂત સ્વીમર તરીકે આગળ આવી રહેલા એક્ટર માધવનનાં પુત્ર વેદાંત માધવને કોપનહેગનમાં ડેનમાર્ક ઓપનમાં સિલ્વર મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે અને સાથે જ તેમણે પોતાના પિતાને પણ પ્રાઉડ અપાવ્યું છે. 

સ્વિમિંગમાં કર્યું નામ રોશન 
પોતાના પુત્રની સિદ્ધિઓ પર ગર્વ કરતા માધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી શેર કરી. પોતાના પુત્રની સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યાની વીડિયો ક્લિપ પોસ્ટ કરતા એક્ટર લખે છે કે વેદાંત માધવને કોપનહેગનમાં ડેનિશ ઓપનમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રદીપ સર, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને #ansadxb તમારા બધા પ્રયાસો માટે. અમે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છીએ. 

પહેલા પણ મેળવી ચુક્યા છે જીત 
આ પહેલી વાર નથી, જ્યારે વેદાંત સ્વિમિંગમાં મેડલ જીત્યો હોય. ગયા વર્ષે 16 વર્ષના સ્વિમરે બેંગ્લોરમાં આયોજિત 47મી જુનિયર એક્વાટિક ચેમ્પિયનશીપમાં ચાર સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ પહેલા ગયા વર્ષે માર્ચમાં વેદાંતે લાતવિયાઈ ઓપન સ્વિમિંગ ચેમ્પિયન ઇવેંટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તેમની આ જ સિદ્ધિઓને કારણે લોકોએ તેમની તુલના ઘણા સ્ટાર કિડ્સ સાથે કરવાનું શરુ કર્યું હતું અને કહ્યું હતું કે આ ફરક હોય છે. 

 

 

Download Our B K News Today App



Related News