ગડલવાડા શાળામાં આચાર્યની બદલી રોકવા શિક્ષણમંત્રીને વિનંતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-17 18:07:40
  • Views : 488
  • Modified Date : 2019-12-17 18:07:40

આજ રોજ ગડલવાડા શાળામાં આચાર્યની બદલી રોકવા બાબત પર શાળા મેનેજમેંટ સમિતિ દ્વારા શિક્ષણમંત્રીને વિનંતી કરી હતી.ગુજરાત સરકાર તાજેતરમાં ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે આચાર્યની વધની બદલીને પરિપત્ર કરેલ છે કોઈપણ શાળામાં બાળકોની સંખ્યા ઘટવા પાછળના કારણો જન્મદરમાં ઘટાડો,નજીકની ખાનગી શાળાઓ તથા શહેરીકરણ વગેરે જેવા કારણો હોય શકે છે અમારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા બાળકો ખૂબ જ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી આવે છે જેમને ખાનગી શાળા કે શહેરમાં રહેવું પોસાય તેમ નથી તો ગામની શાળામાં તેમણે ઉત્તમ શિક્ષણ મળી રહે તેમજ તેમનું ભારતના એક આદર્શ નાગરિક તરીકેનું ઘડતર થાય તે જરૂરી છે અમારા ગામની શાળામાં એચ ટાટ આચાર્યની નિમણૂક થતા ખાનગી શાળામાં જતાં બાળકો પણ અમારી પ્રાથમિક શાળામાં પરત આવ્યા છે તેમજ શાળાની શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો થવા પામેલ છે આચાર્યના આવ્યા પછી શાળાના શિક્ષણ તેમજ SMCના સંકલનથી છેલ્લા ત્રણ ગુણોત્સવમાં શાળા a1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ભૌતિક સુવિધાઓમાં પણ અદભૂત વધારો થયેલ છે આચાર્યનું કામ ખૂબ જ સરાહનીય છે ,ગામના હિત માટે તેમજ શાળાના હિત માટે આચાર્યની વધની બદલીનો નિર્ણય યોગ્ય નથી તેનો સખત વિરોધ કરીએ છીએ

Download Our B K News Today App



Related News