લોકડાઉનમાંથી બહાર નીકળવા માટે સરકાર બનાવી રહી છે પ્લાન ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 11:56:04
  • Views : 2539
  • Modified Date : 2020-05-11 11:56:04

લોકડાઉન લંબાવવાથી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા મોટો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે


લોકડાઉનને ૪૫ દિવસથી વધારેનો સમય વીતી ચૂક્યો છે. ૧૭મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. દેશમાં લોકડાઉન ખતમ કરવા માટે તમજ કોરોનાનો પ્રસાર અટકાવવા જે પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાની જરૂર છે તેમની વિસ્તૃત યાદી બનાવાઈ શકે છે.


હાલ કેન્દ્ર સરકાર ઘણી આર્થિક પ્રવૃત્તિ માટે મંજૂરી આપી રહી છે, પરંતુ અમુક મૂંઝવણોને કારણે જિલ્લા તંત્ર તેમને અટકાવી રહ્યું છે. આવું કંઈ ના થાય તે માટે પણ એક નિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે આ નીતિ બનાવાઈ રહી છે. સમગ્ર વિચાર લાંબા લોકડાઉન બાદ યોગ્ય સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે જેટલી બની શકે તેટલી આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી કરવાનો છે. નેગેટિવ લિસ્ટમાં જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતાં હોય તેવી પ્રવૃત્તિ, સાપ્તાહિક બજારો ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના થોડા સમય માટે સમાવેશ કરી શકાય છે. દેશમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન ૧૭ મી મેના રોજ પૂરું થઈ રહ્યું છે. જાકે, તેના બે દિવસ પહેલા જ આ અંગેનો આખરી નિર્ણય જાહેર તેવી શક્યતા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પબ્લિક  ટ્રાન્સપોર્ટ વચ્ચેની સીટ ખાલી રાખી વિમાનોના ઉડ્ડયનને મંજૂરી, કામકાજના સ્થળે ૧૦ થી વધુ લોકો એકઠા ના થાય તેમજ બે શિફ્ટ વચ્ચે ૪૦ મિનિટનું અંતર રહે અને નિયમિત સેનિટાઈઝેશન થતું રહે તેવા નિયમો બનાવાઈ શકે છે.


૨૦ એપ્રિલ અને ૪ મેના રોજ સરકારે ઘણી આર્થિક પ્રવૃત્તિઓને શરૂ કરવા મંજૂરી આપી દીધી હતી. પરંતુ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટતાના અભાવે જે છૂટછાટ અપાઈ તેનો જાઈએ તેવો અમલ થઈ શક્યો નહોતો. કેન્દ્ર સરકારના કેટલાક નીતિકારો એ વાતને લઈમાં ચિંતામાં છે કે સ્પષ્ટ નીતિના અભાવે સ્થાનિક તંત્રને વધારે પડતી સત્તા મળી જાય છે. જેના કારણે ઇન્સ્પેક્ટર રાજ શરૂ થવા જેવી સ્થિતિમાં ચીનમાંથી જે કંપનીઓ બહાર નીકળવા વિચારી રહી છે તેમને ભારત લાવવામાં મુશ્કેલી પડી શકે છે. કેન્દ્ર સરકાર જે નેગેટિવ લિસ્ટ બનાવવા વિચારી રહી છે તેમાં કઈ આર્થિક પ્રવૃત્તિ શરૂ કરી શકાશે અને શેના પર નિયંત્રણો રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. આ બાબતો સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ છ વસ્તુઓને નેગેટિવ લિસ્ટમાં બાકીની બધી આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવાની તાતી જરૂર છે. સપ્લાય ચેન ફરી ધમધમતી થવી જ જાઈએ. ઉલ્લેખનીય છે કે, આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં સરકારની આવકમાં પણ અકલ્પનીય ગાબડું પડ્યું છે. 

Download Our B K News Today App



Related News