શ્રીલંકા પછી હવે માલદીવે પણ કહ્યું- અનુચ્છેદ 370 ખતમ કરવી ભારતનો અંગત મુદ્દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 13:53:43
  • Views : 444
  • Modified Date : 2019-08-24 13:53:43

જમ્મુ-કાશ્મીરમાંથી પણ અનુચ્છેદ 370 ખતમ કરવા મામલે શ્રીલંકા પછી હવે માલદીવે પણ ભારતને સમર્થન આપ્યું છે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલા શાહિદ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી વચ્ચે શુક્રવારે ફોન પર વાત થઈ હતી. આ દરમિયાન અબ્દુલાએ સ્પષ્ટ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ અલગ કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવા તે ભારતનો અંગત મુદ્દો છે.

શાહિદે કુરૈશીને એવું પણ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન બંને માલદીવના ખાસ મિત્રો છે અને દ્વીપક્ષીય ભાગીદાર છે. પાડોશી દેશોને એકબીજા સાથે જે પણ વિવાદ હોય તેનો તેમણે શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ.

સાર્ક અને યુએનમાં પણ પાકિસ્તાનને નિરાશા મળી
સાર્ક દેશ નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ આ મુદ્દે પાકિસ્તાન સાથે નથી. સાર્ક દેશોએ પણ સ્વીકાર્યું છે કે, અનુચ્છેદ 370 ખતમ કરવી તે ભારતનો અંગત મુદ્દો છે. પાકિસ્તાન અને ચીનના કહેવાથી 16 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ઈમરજન્સી બેઠક બોલાવામાં આવી હતી. યુએનમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે, અનુચ્છેદ 370 વિશે તેમનું ભારત વિશે પહેલાં જે નિવેદન હતું તે જ યથાવત છે. આ સંપૂર્ણ રીતે ભારતનો અંગત મુદ્દો છે અને બહારના લોકોને તેની સાથે કોઈ સંબંધ નથી. જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો તેમણે પહેલાં આતંકવાદ રોકવો પડશે.

શ્રીલંકાએ કહ્યું- કાશ્મીર મુદ્દે કોઈ ટીપ્પણી નહીં
પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત મેજર જનરલ શાહિદ અહમદ હશમતે બુધવારે દાવો કર્યો હતો કે, શ્રીલંકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાની રજૂઆત કરી છે. ત્યારપછી શ્રીલંકન રાષ્ટ્રપતિ ભવન તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, તેમણે આવું કોઈ નિવેદન કર્યું નથી. સિરિસેના તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેઓ કાશ્મીર મુદ્દે કોઈ ટીપ્પણી નહીં કરે.

Download Our B K News Today App



Related News