શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડાનો પંચમ વાર્ષિકોત્સવ ઊજવાયો...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 16:08:54
  • Views : 326
  • Modified Date : 2020-10-21 16:08:54

         ર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના નાદવંશ પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના પ્રોઢપ્રતાપે પુણ્યવંતી ધરા, ગુણવંતી ગુજરાતનો પૂર્વપ્રદેશ પંચમહાલ જિલ્લામાં આઠ –૮ આત્યંતિક કલ્યાણ - મોક્ષનાં સદાવ્રતો –સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિરો થયાંપંચમ વાર્ષિકોત્સવના શુભ દિને મંગળા આરતીના દર્શન બાદ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો પાટોત્સવ વિધિ-ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતીથી કરવામાં આવ્યો હતો. હરિભક્તોએ પણ પરમ ઉલ્લાસભેર આરતીઓ ઉતારવાના અણમોલા લ્હાવા માણ્યા હતા. ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ અને શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ પુર્ણાહૂતિ પ્રસંગે યજમાનોએ પૂજન, અર્ચન કરી આરતી ઉતારી હતી.પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, પૂજનીય સંતોના પ્રવચનો વગેરે કાર્યક્રમો સુસંપન્ન થયા હતા. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વૃક્ષોનું વિશેષ મહત્વ બતાવ્યું છે. પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષો પ્રત્યે આપણી સામાજિક જવાબદારી વધે તેમજ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે તદર્થે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન રાખી અને સંતો હરિભક્તો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Download Our B K News Today App



Related News