દુકાન, ઘરમાં પાણીથી હાલાકી, પરવત પાટિયા અને લિંબાયત વિસ્તાર હજુ પણ ખાડીના પાણીમાં ગરકાવ, મીઠી ખાડીની સપાટીમાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 14:04:30
  • Views : 342
  • Modified Date : 2020-08-25 14:04:30

     હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના પગલે ગત રોજ મીઠી ખાડી ઓવરફ્લો થતા લિંબાયત અને પરવત પાટિયા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં આજે પણ નીચાણવાળા લિંબાયત અને પરવત પાટિયા વિસ્તારમાં દુકાન, ઘર અને રોડ પાણીમાં ગરકાવ હોવાથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. મીઠી ખાડીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 દિવસમાં ગત રોજ મીઠી ખાડી ત્રીજી વખત ઓવરફ્લો થઇ હતી. જેથી સણિયા હેમદ, કુંભારિયાગામ, પર્વતગામ વામ્બે આવાસ, પરવત પાટિયા વિસ્તારમાં આવેલ માધવબાગથી નેમીનાથ વિસ્તાર, ગોકુલનગર તથા લિંબાયતમાં, ફુલવાડી, કમરૂનગર, રજાચોક વિસ્તારમાં ફરી એકવાર ખાડીના પાણી ભરાયા છે. જ્યારે વરાછા ચીકુવાડી પાસેની ખાડીનું સ્તર વધતા રસ્તા પર 1 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે.મીઠી ખાડીનું લેવલ ન ઘટવાને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે. લોકોના ઘરમાં પણ પાણી જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ હાલત છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ કહ્યું હતું કે, છેલ્લા 24 દિવસમાં ત્રણવાર મીઠી ખાડી ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે હાલાકી ભોગવી રહ્યા છે. રોડ પર પણ પાણી ભર્યા અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે. તંત્ર દ્વારા પંપ મૂકી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ખાડીના લેવલમાં ઘટાડો ન થતા પાણી ઓસરવાનું નામ લઈ રહ્યા નથી. આજે બીજો દિવસ છે. જોકે હજુ પણ પાણી ઓસર્યા નથી.

Download Our B K News Today App



Related News