શિવસેના- કોંગ્રેસ-NCP સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 17:45:36
  • Views : 614
  • Modified Date : 2019-11-26 17:45:36

સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા મહારાષ્ટ્રમાં રાજકારણની બાજી આખી પલટાઈ ગઈ છે.ત્યારે બીજેપીના ધારાસભ્ય કાલિદાસ કોલંબેકરની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓ રાજભવન જશે અને રાજ્યપાલ તેમને પ્રોટેમ સ્પીકર પદના શપથ અપાવશે. ત્યારપછી સાંજે સાત વાગે એનસીપી-શિવસેના અને કોંગ્રેસ રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એ પહેલાં આ ત્રણેય પક્ષમાં એક બેઠક પણ કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે આવતી કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબીત કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તે પહેલાં  ડેપ્યૂટી સીએમ બનેલા એનસીપી નેતા અજીત પવારે એક કલાક પછી મુખ્યમંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દીધું છે. ત્યારે 78-80 કલાકમાં મહારાષ્ટ્રની સરકાર ધરાશાયી થઈ ગઈ છે.આમ રાજ્યપાલ સાથેની બેઠક દરમિયાન શિવસેના-એનસીપી-કોંગ્રેસ આવતીકાલે શપથગ્રહણની માંગણી કરી શકે તેમ છે.  તેવામાં જો આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ થાય તો શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે અને એનસીપી અને કોંગ્રેસમાંથી 2-2 નેતાઓ શપથ લઈ શકે છે.આમ શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધનવાળી નવી સરકારમાં સીએમ લગભગ ઉદ્ધવ ઠાકરે નક્કી જ છે. જ્યારે આ સરકારમાં બે ડેપ્યુટી સીએમ હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બે નામમાં એક કોંગ્રેસના સીનિયર નેતા બાલાસાહેબ થોરાટ અને એનસીપીના સીનિયર નેતા જયંત પાટીલનું નામ ચર્ચામાં મોખરે છે.

Download Our B K News Today App



Related News