શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવાલયો સુમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 13:26:09
  • Views : 435
  • Modified Date : 2020-07-28 13:26:09

 કોરોનાને લઈ શ્રાવણના પ્રથમ સોમવારે જિલ્લાના તમામ શિવાલયો સુમસામ બન્યા છે.પાતાળેશ્વર, બાલારામ મહાદેવ સહિતના મંદિરોમાં ગણ્યા ગાંઠ્યા જ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. બાલારામ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના દર સોમવારે 10 હજારથી વધુ લોકો દર્શનાર્થે આવતા હતા.પરંતુ કોરોના સંક્રમણને ધ્યાને રાખી મંદિર તેમજ મેળાને બંધ કરી દીધો છે. મંદિરના પૂજારી અભિષેક ભટ્ટે જણાવ્યું હતું કે ‘ઈતિહાસમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામા બાલારામ મંદિરને બંધ કરી દેવાયું છે.દસ હજારથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હતા પરંતુ આ વર્ષે કોરોના લઇ મેળો રદ કરી દેવાતા માંડ 50 શિવભક્તોએ દૂરથી દર્શન કર્યા છે. જ્યારે પાતાળેશ્વર મંદિરના ટ્રસ્ટી તરુણભાઈ જોશીએ જણાવ્યું હતું કે ‘શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોય એટલે મંદિરની બહાર સુધી ભક્તોની કતારો લાગેલી હોય પરંતુ આ વર્ષે ભક્તોને મંદિરમાં પ્રવેશ ન હોવાથી માંડ સો જેટલા ભક્તોએ શિવજીના બહારથી જ દર્શન કરી શ્રદ્ધાને જીવંત રાખી છે.

Download Our B K News Today App



Related News