ધાનેરાના ધાખા ગામે શિતળા સાતમનો મેળો બંધ રખાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 15:33:50
  • Views : 438
  • Modified Date : 2020-08-08 15:33:50

    ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શિતળા માતાજીના મંદિરે શિતળા સાતમના દિવસે ભવ્ય મેળો યોજાય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઇને સરકાર દ્વારા વધારે લોકો ભેગા ન થાય તે માટે ધારા 144 લગાવેલ હોવાથી તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે ધાનેરા મામલતદાર બી.એસ.ખરાડી દ્વારા દ્વારા ગામના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને આ મેળાઓ બંધ રાખવા માટે જણાવતા ગામના આગેવાનો દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તમામ ભાવિકોને પોતાના ઘરે જ માતાજીને ધુપ કરવા માટે પણ વિનંતી કરી છે

Download Our B K News Today App



Related News