પાલનપુરમાં સાતમે શિતળા માતાનું મંદિર બંધ રહ્યું, ભકતોએ બહારથી દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:32:17
  • Views : 448
  • Modified Date : 2020-08-11 12:32:17

    રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલું શિતળા માતાના મંદિરે વર્ષો વર્ષ મંદિરે શિતળા સાતમનો મેળો ભરાય છે. જોકે ચાલુ વર્ષે કોરોનાને કારણે શિતળા સાતમે મંદિર બંધ રહ્યં હતું. મંદિરના ગર્ભગૃહની બહાર ઉભા રહી ભક્તોએ દર્શન કર્યા હતા.શિતળા સાતમે પાલનપુરમાં શિતળા માતા મંદિરના દરવાજા બંધ રહ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરની બહાર શિતળા સાતમનો મેળો રદ કરાયો હોવાના બોર્ડ લગાવી દેવાયા હતા. વરસો વરસ યોજાતા શીતળા માતાના મેળામાં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે મેળો રદ કરાતા જુજ ભક્તોએ જ દર્શન કર્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં દર્શનાર્થીઓને પ્રવેશ ન હોવાથી ભક્તોએ મંદિરની બહારથી જ દર્શન કરી સંતોષ માન્યો હતો.

Download Our B K News Today App



Related News