વિદ્યાર્થીઓએ રજૂ કરેલ પાલનપુર શહેરના પ્રોબ્લેમનું ટેકનીકલ સોલ્યુશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 14:31:32
  • Views : 451
  • Modified Date : 2020-03-07 14:31:32

વિદ્યાર્થીઓએ રજૂ કરેલ પાલનપુર શહેરના પ્રોબ્લેમનું ટેકનીકલ સોલ્યુશન

પાલનપુરમાં આવેલ સરકારી પોલીટેકનીક પાલનપુરના એસ.એસ.આઈ.પી. સેલ. દ્વારા આયોજિત "ન્યુ પાલનપુર ફોર ન્યુ ઇન્ડિયા"  ઇવેન્ટ સરકારી પોલીટેકનીક પાલનપુર  દ્વારા આયોજિત આ મેગાટેકનીકલ ઇવેન્ટમાં સ્કૂલ અને કોલેજની ૬૨ ટીમો રેજિસ્ટર થઇ હતી. આ ઇવેન્ટમાં સ્કૂલના ૧૯૨ અને કોલેજના ૭૫ જેટલા એમ ટોટલ ૨૬૭ વિદ્યાર્થીઓએ અને ૫૦ જેટલા સ્કૂલ અને કોલેજ ટીચરે ભાગ લીધો હતો.સરકારી પોલીટેકનીક પાલનપુર  દ્વારા આયોજિત આ મેગા ટેકનીકલ ઇવેન્ટમાં  વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ આપણા પાલનપુર શહેરના રોજિંદા જીવનના પ્રોબ્લેમ જેવા કે એરોમા ટ્રાફિક પ્રોબ્લેમ, ભીના અને સૂકા કચરાના નિકાલ, ખેતરમાં થતા તીડ અટેક, અંધ માણસોને રસ્તા ઉપર ચાલવામાં થતી અગવડતા, માર્કેટમાં પા‹કગ, ગેસ લીક થાય તો તેના  બચાવ, સરળ અને સસ્તી વોટર ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમ, એમ્યુલન્સ માટે બજારમાં ઝડપથી રસ્તો આપવો જેવા પ્રોબ્લેમોનું સમાધાન વિદ્યાર્થીઓએ મોડેલ બનાવી પોતાના આઈડિયા રજૂ કર્યો હતો. આ ઇવેન્ટ દરમિયાન બેસ્ટ ૩ સોલ્યુશનને પ્રોત્સાહિત ઇનામ રૂપિયા ૫૦૦૦/-, ૨૦૦૦/-  અને ૧૦૦૦/-  ના ચેક હાજર મહેમાનો ચીફ ઓફિસર, જિલ્લા ટ્રેઝરી અધિકારી, ડિઝાસ્ટર પ્રોજેક્ટ અધિકારી, વિદ્યામંદિર ટ્રસ્ટના ડિરેક્ટર અને આચાર્ય  પાલનપુરના હસ્તે વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ સાથે એનાયત કરવામાં આવ્યા હતા. જે સ્કૂલ દ્વારા આ ઇવેન્ટમાં  ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેવી ત્રણ  સ્કૂલો કર્ણાવત પ્રાથમિક સ્કૂલ પાલનપુર, આદર્શ પ્રાથમિક સ્કૂલ પાલનપુર, ઈકરા સ્કૂલ ચડોતરને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.  આ ઇવેન્ટમાં પ્રથમ ઇનામ મેળવનાર સરકારી પોલીટેકનીક  પાલનપુરના  વિદ્યાર્થી દ્વારા ગેસ લીકેજ અને અકસ્માતનું ટેકનોલોજીકલ સોલ્યુસન રજૂ કર્યુ હતુ. તથા દ્વિતીય ઇનામ બી.એસ.પોલીટેકનીક ખેરવાના વિદ્યાર્થીએ મેળવ્યું હતું કે જેને ઈલેકટ્રીક સાયકલ બનાવી અલગ અલગ વિશેષતાઓ સાથે રજૂ કરી હતી અને તૃત્રિય ઇનામ વિદ્યામંદિર પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીએ મેળવ્યું હતું. આ વિદ્યાર્થીએ પાણીમાં ડૂબતો માણસ પોતાની જાતને બચાવી શકે તેવું ડિવાઇસ બનાવ્યું હતું. સરકારી પોલીટેકનીક પાલનપુરના એસ.એસ.આઈ. પી.સેલ. દ્વારા જે વિદ્યાર્થીઓ પોતાનું સ્ટાર્ટ અપ સ્થાપના કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. સરકારી પોલીટેકનીક પાલનપુરના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા પણ તેઓના પ્રોજેક્ટ રજૂ કરાયા હતા અને આ વિદ્યાર્થીઓને પણ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓના અને સ્કૂલમાંથી મળેલ અભિપ્રાયોથી આવી જ ઇવેન્ટ આવતા વર્ષે પણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે જેથી વિદ્યાર્થીઓને પોતાના આઈડિયા  રજૂ કરવા એક સ્ટેજ મળી રહે.


Download Our B K News Today App



Related News