ઇરાનના હુમલા બાદ શેરબજારમાં કોહરામ કારોબારી ભારે નિરાશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 16:47:16
  • Views : 426
  • Modified Date : 2020-01-09 16:47:16


મુંબઇશેરબજારમાં આજે હાહાકાર મચી ગયો હતો. ઇરાન દ્વારા જવાબી કાર્યવાહીરૂપે ઇરાકમાં અમેરિકી સૈન્ય સ્થળો પર મિસાઇલ ઝીંક્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. ક્રુડ ઓઇલની કિંમતમાં એક બાજુ પાંચ ટકાથી વધુનો વધારો થયો હતો ત્યારે સેંસેક્સમાં ૪૦૦ પોઇન્ટથી પણ વધુની અફડાતફડી રહ્યા બાદ અંતે આંશિક રિકવરી થઇ હતી. સેંસેક્સ અંતે બાવન પોઇન્ટ ઘટીને ૪૦૮૦૦ની સપાટીએ રહ્યો હતો. ભારતી એરટેલ, તાતા , અલ્ટ્રાટેકના શેરમાં ધારો રહ્યો હતો જ્યારે એલએન્ડટી, ઓએનજીસી, હિરોમોટો અને ઇન્ફોસીસના શેરમાં ૧.૩ અને ૧.૯ ટકા વચ્ચે ઘટાડો રહ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયાન સેંસેક્સ એક વખતે ૩૯૩ પોઇન્ટ સુધી ઘટી ગયો હતો. નિફ્ટી આજે ૨૮ પોઇન્ટ ઘટીને ૧૨૦૨૫ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર ઇન્ડેક્સ એક વખતે ૧૨૩ પોઇન્ટ સુધી ઘટ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અને એફએમસીજી ઇન્ડેક્સમાં ૦.૩૭ અને ૦.૧૧ ટકાનો ક્રમશઃ સુધારો રહ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૦૮ 

કાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૭૪ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૩૮૭૬ રહી હતી. મધ્યપૂર્વમાં તંગદિલીને લઇને ભારતીય કારોબારીઓ  સોમવારના દિવસે  હચમચી ઉઠ્યા હતા. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ વપરાશકારમાં સપ્લાયને લઇને માઠી અસર થઇ શકે છે. આયાત બિલમાં પણ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. કારણ કે, ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થવાથી આયાત બિલમાં વધારો થઇ શકે છે. સોમવારના દિવસે  કારોબારના અંતે સેંસેક્સ ૭૮૮ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. જાન્યુઆરીના પ્રથમ ત્રણ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ ૨૪૧૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.


Download Our B K News Today App



Related News